માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર 15 મજૂરો પર ફરી વળ્યું, રુંવાડા ઉભા કરી દેવા અકસ્માતનો દ્રશ્યો

રાજસ્થાનના મજૂરો એક મહિનાથી રહેતા હતા. એક મહિનાથી આ ગટરનું ઢાંકણુ જ તેમનું ઘર બન્યું હતું. રાજસ્થાનની આવેલા અલગ અલગ મજૂર પરિવારો અહી રહેતા હતા. મોડી રાત્રે મચ્છરદાનીમાં અલગ અલગ પરિવારો સૂઈ રહેલા હતા, ત્યારે માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર તમામ પર ફરી વળ્યું હતું

કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત માટે મંગળનો દિવસ અમંગળ બનીને આવ્યો છે. સુરતમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત (accident) સર્જાયો છે. જેમાં આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના કમકમાટી લાવે તેવી છે. આખો દિવસ મજુરી કરી રાત્રે કીમ-માંડવી સ્ટેટ હાઈવેને અડીને આવેલી ગટર પર મીઠી નિંદર માળી રહેલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતા 15 લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક બાળકનું પણ મોત નિપજ્યું છે. જ્યારે કે, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.  

ડમ્પરના પૈડા નીચે બે બહેનો તો બચી, પણ માતાપિતા ગુમાવ્યા

1/9
image

સૂઈ રહેલી બે બાળકીઓ સહી સલામત જીવિત બચી ગઈ છે. પરંતુ જ્યાં બંને બાળકીઓનો જીવ બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતા-પિતાનો છાંયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પણ પોતે મા હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સૂવડાવી દૂધ પીવડાવી રહી હતી.

મજૂરોને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ નહિ ખૂલે

2/9
image

આ ઘટનામાં 15 જેટલા શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા છે. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે. મોત ક્યાં કોઈને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી, શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સૂતા હતા. પંરતુ તેમને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ જ નહીં ખૂલે. હાલ હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજી વધવાની આશંકાઓ સેવાઇ રહી છે.

થાકીને સૂતા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું

3/9
image

આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. કીમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સુતેલા પરપ્રાંતિય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 15 જેટલા શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. શ્રમિકોના મૃતદેહોને દ્રશ્યો હૃદયને કંપારી છૂટી જાય એવા હતા. ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ડેમ્બર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઇ મીઠી નીંદર માણી રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું.

એકસાથે 15 મૃતદેહો જોઈ કંપારી છૂટી ગઈ

4/9
image

અકસ્માતના દ્રશ્યો રુંવાડા ઉભા કરી દે તેવા હતા. અકસ્માત બાદ કોસંબ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો સાથે જ મૃતદેહો જોઈ અરેરાટી થઈ ગઈ હતી. તમામ મૃતદેહો ઉઠાવતા લોકોમાં કંપારી છૂટી ગઈ હતી. પોલીસે વહેલી તકે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી કરી હતી.  

ગટરનું ઢાંકણું જ મજૂરોનું ઘર બન્યું હતું

5/9
image

રાજસ્થાનના મજૂરો એક મહિનાથી રહેતા હતા. એક મહિનાથી આ ગટરનું ઢાંકણુ જ તેમનું ઘર બન્યું હતું. રાજસ્થાનની આવેલા અલગ અલગ મજૂર પરિવારો અહી રહેતા હતા. મોડી રાત્રે મચ્છરદાનીમાં અલગ અલગ પરિવારો સૂઈ રહેલા હતા, ત્યારે માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર તમામ પર ફરી વળ્યું હતું. 

બચી ગયેલા માસુમ બાળકી હેબતાઈ ગઈ

6/9
image

અકસ્માતમાં જે બે માસુમ બાળકીઓ બચી ગઈ તેમાં એક બાળકી થોડી મોટી છે, તો બીજી બાળકી માંડ એક વર્ષની હતી. પરંતુ મોટી બાળકી હજી પણ કંઈ સમજી શકી નથી કે તેની આસપાસ શું થઈ રહ્યું છે. તે સવારે ઉઠી તો તેના માતાપિતા તેની પાસે ન હતા. આસપાસ ભાગદોડ મચી ગઈ હતી. તે તેની નાની બાળકીને લઈને બેસી રહી હતી. દયા આવી જાય તેવો આ બે માસુમ બાળકીના દ્રશ્યો હતો.  

7/9
image

8/9
image

આસપાસના લોકો મદદે આવ્યા

9/9
image

અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે આવી ગયા હતા. પરંતુ સ્થળ પર જે રીતે મજૂરોના મૃતદેહો પડ્યા હતા, તેમજ તેમનો સામાન વેરવિખેર પડ્યો હતો તે જોતા તેઓ પણ હેબતાઈ ગઈ હતી. આ દ્રશ્યો સ્થાનિકો માટે સુંવાડા ઉભા કરી દે તેવા હતા.