Surya Grahan 2022: સંભાળીને રહેજો આ 5 રાશિવાળા, 30 મીએ થનારા સૂર્યગ્રહણની અસર તમને ભારે પડશે
Solar Eclipse 2022 effect on Zodiac Signs :વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલ, 2022 ના રોજ થવાનુ છે. ભલે આ આંશિક સૂર્યગ્રહણ હોય અને તેનો સૂતક કાળ માન્ય નહિ હોય, પરંતુ તેની અસર તમામ રાશિઓ પર પડશે. 5 રાશિઓના લોકો માટે આ ગ્રહણ મુશ્કેલભર્યુ સાબિત થશે. એટલુ જ નહિ, ગ્રહણના બાદના અંદાજે 2 સપ્તાહ પણ સાવધાની રાખવી પડશે.
મેષ (Aries)
સૂર્યગ્રહણ મેષ રાશિના જાતકો માટે ધન હાનિ કે રૂપિયાની તંગીથી સામનો કરાવી શકે છે. સારુ રહેશે કે તે દરમિયાન તમે લેણદેણ કરવાથી બચો. વાણી પર પણ નિયંત્રણ રાખો.
કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ સારુ નહિ કહેવાય. તેમને પોતાની મહેનતનુ પૂરતુ ફળ નહિ મળે. નોકરી બદલવા માટે આ સમય બિલકુલ યોગ્ય નથી. આ સમયે તમારે ધીરજથી કામ લેવુ પડશે.
તુલા (Libra)
તુલા રાશિના જાતકોના સ્વાસ્થય માટે સૂર્યગ્રહણ નકારાત્મક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત વિવાદ અને કાયદાકીય પેચથી બચો.
વૃશ્ચિક (Scorpio)
આ સૂર્યગ્રહણ વૃશ્ચિક જાતિના કરિયર માટે બિલકુલ પણ સારુ નથી, નોકરી વેપારમા તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સારુ રહેશે કે તમે અહંકારથી બચો અને જેટલુ થઈ શકે તેટલુ વિનમ્ર રહો.
કુંભ (Aquarius)
સૂર્યગ્રહણ દરમિયાન લેણદેણ અને ઈન્વેસ્ટમેન્ટ બહુ જ સમજી વિચારીને કરવુ. નહિ તો નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જલ્દી કરવાથી બચો, નહિ તો કોઈ દુર્ઘટનાનો શિકાર બની શકો છો.
(Disclaimer: અહી આપવામાં આવેલી તમામ જાણકારી માન્યતા પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતુ)
Trending Photos