18 વર્ષ બાદ સૂર્યની છાયા ગ્રહ સાથે યુતિ, આ જાતકો ભાગ્યશાળી, નોકરીમાં પ્રમોશન, ધનલાભનો યોગ

Surya Ketu ki Yuti in kanya: ગ્રહોના રાજા સૂર્ય 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં કેતુની સાથે યુતિ કરી રહ્યાં છે. તેવામાં વૃશ્ચિક સહિત આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે.

સૂર્ય-કેતુની યુતિ

1/6
image

ગ્રહોના રાજા સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને તેમના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડે છે. સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેવામાં સૂર્ય સપ્ટેમ્બર મહિનામાં કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યાં પહેલાથી કેતુ ગ્રહ બિરાજમાન છે. તેવામાં આ બંને ગ્રહોની યુતિ બની રહી છે. મહત્વનું છે કે આ યુતિ 18 વર્ષ બાદ બની રહી છે, કારણ કે કેતુને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 18 વર્ષનો સમય લાગે છે. સૂર્ય અને કેતુની યુતિ કેટલાક જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ છે જેને કન્યા રાશિમાં સૂર્ય અને કેતુની યુતિથી વધુ લાભ મળવાનો છે. 

2/6
image

દૃક પંચાગ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 16 સપ્ટેમ્બરે સાંજે 7 કલાક 52 મિનિટ પર સિંહ રાશિમાંથી નિકળી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પર 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર રાશિ પરિવર્તન કરશે. તેવામાં સૂર્ય અને કેતુની યુતિ એક મહિનો રહેવાની છે. જ્યાં સૂર્યને આત્મા, માન-સન્માન, સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે તો કેતુને આધ્યાત્મ, મોક્ષ, સંતુષ્ટિનો કારક માનવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ

3/6
image

આ રાશિમાં સૂર્ય અગિયારમાં ભાવમાં પ્રવેશ કરશે. તેવામાં સૂર્ય અને કેતુની યુતિ આ રાશિમાં થવાની છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે તમારૂ મન આધ્યાત્મ તરફ વળશે. તેવામાં તમે ઘણા ધાર્મિક કાર્યક્રમો અને તીર્થ યાત્રાએ જઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમને ખુબ લાભ મળવાનો છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે અને લોનમાંથી છુટકારો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. પરંતુ તમે મનથી સંતુષ્ટ જોવા મળશો નહીં. આ સાથે ભાઈ-બહેન સાથે સારો સમય પસાર થઈ શકે છે. લાંબા સમયથી બાકી રહેલી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. મિત્રોની સાથે સમય પસાર થશે. આ સાથે સમાજમાં માન-સન્માન વધશે.

મકર રાશિ

4/6
image

આ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ નવમાં ભાવમાં થવાની છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધારે રહેશે. આ સાથે સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. પરિવારની સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. ભાગ્યનો સાથ મળવાને કારણે દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ કરી શકો છો. તમે ભવિષ્યને લઈ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

તુલા રાશિ

5/6
image

આ રાશિમાં સૂર્ય બારમાં ભાવમાં રહેશે. તેવામાં આ રાશિના જાતકો પર સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. તમારી આર્થિક સ્થિતિ પણ સારી થઈ શકે છે. કમાણી કરવાના નવા માર્ગ ખુલશે. આ સાથે કંઈક નવું શીખી શકો છો. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. સમાજમાં માન-સન્માન વધશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે તમારૂ લક્ષ્ય કે પછી ઈચ્છાઓ પૂરી કરવામાં સક્ષમ હશો. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભવિષ્ય માટે પણ તમે ધનની બચત કરવામાં સફળ થશો.   

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.