15 માર્ચે સૂર્ય-રાહુ બનાવશે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકોની વધશે મુશ્કેલી

Sun Rahu Conjunction In Pisces: 15 માર્ચે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે અને રાહુની સાથે મળી ગ્રહણ યોગનું નિર્માણ કરશે. જેના પ્રભાવથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે. 

સૂર્ય રાહુ યુતિ

1/5
image

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવ ગ્રહોના રાજા ગણાય છે. તો રાહુને માયાવી અને પાપી ગ્રહ કહેવામાં આવે છે. સૂર્ય અને રાહુ એકબીજાથી વિપરીત ગ્રહ છે. સૂર્ય ધર્મ છે તો રાહુ અધર્મ છે. સૂર્ય ભગવાન છે તો રાહુ રાક્ષસ છે. તેથી કોઈ રાશિમાં આ બંને ગ્રહોની યુતિ શુભ માનવામાં આવતી નથી. મહત્વનું છે કે 15 માર્ચે સવારે 6 કલાક 32 મિનિટ પર સૂર્ય દેવ કુંભ રાશિમાંથી નિકળી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યાં રાહુ પહેલાથી બિરાજમાન છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ મેષથી લઈને મીન સુધીની 12 રાશિઓ પર પડશે. આવો જાણીએ 15 માર્ચે મીન રાશિમાં ગ્રહણ યોગથી કયાં જાતકોએ સાવધાન રહેવું પડશે.   

સિંહ રાશિ

2/5
image

ગ્રહણ યોગથી સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈ મન ચિંતિત રહેશે. આર્થિક મામલામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં ખોટા વાદ-વિવાદથી બચો. નોકરી-કારોબારમાં મુશ્કેલી વધશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ સંભવ છે.  

તુલા રાશિ

3/5
image

સૂર્ય અને રાહુની યુતિથી તુલા રાશિના જાતકોએ સાવધાની રાખવી પડશે. કાર્યોમાં વિઘ્નો આવશે. ધન હાનિનો યોગ બનશે. સંબંધમાં વિવાદ થઈ શકે છે. માનસિક અશાંતિ રહેશે. કાયદાકીય મામલામાં મુશ્કેલી વધી શકે છે. શત્રુ સક્રિય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.  

કુંભ રાશિ

4/5
image

બિઝનેસમાં કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. સંપત્તિને લઈને ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં મુશ્કેલી વધી શકે છે. તમારા માન-સન્માનને કોઈ ઠેંસ પહોંચાડી શકે છે. નોકરી-કારોબારમાં સ્થિતિ મુશ્કેલ બની શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.