Team India:ટીમ ઇન્ડીયામાં આવતાં જ એક વર્ષમાં બદલાઇ ગઇ 'મિસ્ટર 360' ની કિસ્મત, આજે કરોડોનો છે માલિક

SuryaKumar Yadav Net Worth: ટીમ ઇન્ડીયના 'મિસ્ટર 360' એટલે કે ધાકડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અત્યારે ટીમનો મહત્વનો ભાગ બની ગયા છે. સૂર્યકુમાર યાદવની ક્રિકેટ ખૂબ મુશ્કેલીભરી રહી છે, પરંતુ તે આજે કરોડોની સંપત્તિના માલિક છે. સૂર્યકુમાર યાદવે ગત વર્ષથી જ ટીમ ઇન્ડીયા માટે ડેબ્યૂ કર્યું હતું અને તે હવે ટી20 ક્રિકેટના નંબર વન બેટ્સમેન બની ગયા છે. 

1/5
image

સૂર્યકુમાર યાદવે વર્ષ 2021 માં ઇગ્લેંડ વિરૂદ્ધ પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. તો બીજી તરફ આ વર્ષે શ્રીલંકા વિરૂદ્ધ પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. 

2/5
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યકુમાર યાદવ આજના સમયમાં 4 મિલિયન ડોલર એટલે કે 32 કરોડની સંપતિના માલિક છે. તો બીજી તરફ વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. 

3/5
image

સૂર્યકુમાર યાદવ વર્ષ 2013 થી આઇપીએલનો ભાગ બની રહ્યા છે. તેમને પોતાની પહેલી સિઝનમાં રમવા માટે ફક્ત 10 લાખ રૂપિયા મળ્યા હતા. તો આઇપીએલમાં 2022 માં મુંબઇ ઇન્ડીયને તેમને 8 કરોડ રૂપિયા આપ્યા હતા. 

4/5
image

સૂર્યકુમાર યાદવ ડ્રીમ 11 અને ફ્રી હિટના બ્રાંડ એમ્બેસેડર છે. આ ઉપરાંત તે સરીન સ્પોર્ટ્સ, મેક્સિમા ઘડીયાળ, અને ઘણી અન્ય બ્રાંડનું પ્રમોશન કરે છે. આ પ્રમોશનથી પણ સૂર્યકુમારને કરોડોની કમાણી થાય છે. 

5/5
image

સૂર્યકુમાર યાદવના કાર કલેક્શનની વાત કરવામાં આવે તો તેમની પાસે Mercedes-Benz GLE Coupe, નિસાન જોંગા (Nissan Jonga), મિની કૂપર એસ ( MINI Cooper S) ઓડી એ6 (Audi A6) જેવી કારો સામેલ છે.