સિંગલ ચાર્જમાં 500 KM ચાલશે બિલકુન નવી TATA Curvv EV, સુંદર કૂપે સ્ટાઇલની કાર
Tata Curvv EV: ટાટા મોટર્સે ભારતમાં પોતાની બિલકુલ નવી ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ઇવી પરથી પડદો ઉઠાવી લીધો છે. જોવામં ઇલેક્ટ્રિક કારનો કોન્સેપ્ટ ખૂબ સુંદર છે અને કેબિનના મામલે પણ ઇવીને શાનદાર બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રિક કારો માટે તૈયારી બીજી પેઢીની આ આર્કિટેક્ચરમાં કાર 400-500 કિમી સુધી રેંજ આપે છે અને તેમાં લાગેલી બેટરીને ઝડપથી અને ઓછી વિજળીમાં ચાર્જ થઇ જાય છે. ટાટા કર્વ એક મિડસાઇઝ એસયુવી છે. ટાટાનું કહેવું છે કે નવી ઇલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નોલોજીવાળી પાવરટ્રેન આપવામાં આવશે, જે ખૂબ દમદાર પણ હશે. ટાટા મોટર્સ 2025 માર્કેટમાં 10 નવા ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનો પ્લાન લઇને ચાલી રહી છે.
કૂપે સ્ટાઇલ પર બનાવવામાં આવી Curvv
નવી ઇલેક્ટ્રિક કાર કૂપે સ્ટાઇલ પર બનાવવામાં આવી છે હાલની એસયુવી લાઇનાપની સૌથી મોંઘી કાર બનવાની છે.
ઇલેક્ટ્રિક ઉપરાંત સામાન્ય ઇંધણથી પણ ચાલશે
ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક કર્વ ઉપરાંત સામાન્ય ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી ચાલનાર ટાટા કર્વ પરથી પડદો હટાવ્યો છે.
ઇલેક્ટ્રિક અને ઇંધણ બંનેથી ચાલશે
ટાટાએ આ કારને ઇલેક્ટ્રિક અને ઇંધણથી ચાલનાર બંને મોડલ રજૂ કર્યા છે.
વ્હીલબેસ લગભગ 50 મિમી વધુ
ટાટા કર્વ કોન્સેપ્ટની લંબાઇ નેક્સોન ઇવી જેટલી જ છે, તો બીજી તરફ વ્હીલબેસ લગભગ 50 મીમી વધુ છે.
Trending Photos