The Poison Garden: અહીંયા છે ઝેરીલું ગાર્ડન, કોઈનું મૃત્યુ ના થાય તે માટે છોડ અને ફૂલોને અડવાની મનાઈ!
The Poison Garden: નોર્થમ્બરલેન્ડના એક બગીચો દુનિયાનોસૌથી ઘાતક બગીચો ગણાવવામાં આવે છે કેમકે, આ ઝેરીલા છોડોથી આ બગીચો ભરેલો છે જે તમારો જીવ લઈ શકે છે.
નવી દિલ્લીઃ The Poison Garden નોર્થમ્બરલેન્ડમાં દ અલનવિક ગાર્ડન (The Alnwick Garden) ના ભાગ સાથે જોડાયેલું છે, જોકે આ ગાર્ડન પોતાના નામ પર જ પ્રખ્યાત છે અને કોઈ પણ આ ગાર્ડનને ગાઈડ વગર નથી જોઈ શકતું.
પાર્ક લોખંડના દરવાજાથી ઘેરાયેલું છે
રખડતા માણસો અને પાલતુ પ્રાણીની સાથે થવાવાળી કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રોકવા માટે, બગીચાને મોટા દરવાજાથી ઘેરવામાં આવ્યો, અહીં ચેતવણી માટે ખોપરી અને ક્રોસબોન્સ રાખવામાં આવ્યા જેથી લોકો દૂરથી જ સમજી જાય કે આ પાર્ક ઝેરીલા છોડથી ભરેલો છે.
છોડને અડવાની કે સુંઘવાની છે મનાઈ
બગીચાની વિઝિટ લેવાવાળા વિઝિટર્સ એક અનુરક્ષણ ગાઈડ (Escorted Guide) ની સાથે પ્રવેશ કરી શકે છે અને ગાર્ડનમાં કોઈ પણ છેડ અડવું કે સુંઘવાની મનાઈ છે.
આ ટૂરિસ્ટ થઈ ચૂક્યા છે બેહોશ
અહીં એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યાં, કેટલાક ટૂરિસ્ટ મુલાકાત સમયે ધુમ્રપાન કરવાથી બેહોશ થઈ ગયા. બગીચામાં લગભગ 100 ઝેરીલા અને નશીલા છોડ છે. આમા સુંદર લીલા ફુલ પણ છે. જે માત્ર જીવલેણ બેરી જ નહીં પરંતુ તેના પાંદડા અને દાંડી પણ જીવલેણ હોય છે.
આવા ખતરનાક છોડ છે અહીંયા
ઘણા છોડ જેવા કે લૉરેલ, વિશાલ હૉગવીડ ફોટોક્સિક છે, જેનો અર્થ એ છે કે આ ચામડીને દઝાડી દેશે અને તમને 7 વર્ષ સુધી ફોલ્લા પાડી શકે છે.
ગાર્ડને આમ સંભાળે છે કર્મચારી
દરેક બગીચા (English Gardens) ની જેમ, દ પોઈઝન ગાર્ડન (The Poison Garden) ને પણ મેન્ટેન કરીને રાખવામાં આવે છે આ માટે અહીંના કર્મચારીઓને છોડની માવજત માટે સુરક્ષિત સૂટ પહેરવો પડે છે.
Trending Photos