OMG: ભારતની એક એવી આલીશાન હોટલ, જેના બાથરૂમમાં પણ લાગેલું છે સોનું

આજે અમે તમને ભારતમાં સ્થિત એક એવી હોટલ વિશે જણાવી રહ્યાં છીએ, જે ન માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી મોંઘી હોટલોમાં સામેલ છે. તમે જાણીને ચોંકી જશો કે અહીં મહેમાનોને ચાંદીના પલંગ પર રાત પસાર કરવાની તક મળે છે. આ સાથે સોનાની થાળીમાં ભોજન આપવામાં આવે છે. 

બાથરૂમના નળમાં લાગ્યું છે સોનું

1/5
image

આ હોટલની સૌથી ચોંકાવનારી વાત છે કે તેના બાથરૂમના નળમાં સોનું લાગેલું છે. આ હોટલનું નામ ધ રાજ પેલેસ  (Raj Palace Jaipur) છે. જે રાજસ્થાનના જયપુર સ્થિત છે. તેને એશિયામાં સૌથી મોંઘી હોટલ માનવામા ં આવે છે. 

 

 

હોટલમાં ચાંદીના બેડ

2/5
image

આ હોટલની ખાસ વાત છે કે અહીં મહેમાનોને ચાંદીના બેડમાં સુવડાવવામાં આવે છે. હોટલના તમામ રૂમ આલીશાન છે. 

 

 

એક રાતનું ભાડુ 18 લાખ સુધી

3/5
image

તમે જાણીને ચોંકી જશો કે આ હોટલના એક ખાસ દરબાર સ્વીટમાં રાત્રી રોકાણ માટે એક રૂમનું ભાડુ 18 લાખ રૂપિયા છે. મહેમાનોને ખાસ વ્યંજનોથી સજેલી સોનાની થાળી પિરસવામાં આવે છે. 

 

હોટલમાં 78 આલીશાન રૂમ

4/5
image

આ હોટલમાં 78 આલીશાન રૂમ છે. આ રૂમમાં સંગમરમરથી નકશી કામ કરવામાં આવ્યું છે. રાજ પેલેસ હોટલને વર્ષ 2007માં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ વારસા હોટલનો પુરસ્કાર મળ્યો હતો. 

અક્ષક કુમાર અને અમિતાભ બચ્ચન કર્યુ છે ફિલ્મનું શૂટિંગ

5/5
image

આ હોટલની અંદર અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મ બોલ બચ્ચનનું શૂટિંગ કર્યુ છે. આ સિવાય અક્ષય કુમારે ભૂલભુલૈયાનું શૂટિંગ આ હોટલમાં કર્યુ છે. ટીવી સીરિયલ રતન કા સ્વયંવર તથા ઝાંસી કી રાણીનું શૂટિંગ પણ આ હોટલમાં થયું છે.