વેચાઈ રહ્યું છે વિશ્વનું સૌથી 'ગંદુ' ઘર, હાલત જોઈને તમે વિચારમાં પડી જશો

ડિવોનઃ યૂકે (United Kingdom) ના ડિવોન (Devon) ના પ્લાઇમોથમાં એક ઘર વેચાવા માટે તૈયાર છે. આમ તો અનેક ઘર વેચાતા હોય છે પરંતુ આ ઘરના વેચાણની ચર્ચા ખુબ ખાસ છે. હકીકતમાં આ ઘરની ચર્ચા ત્યાં જામેલા કચરાને કારણે છે. ધ મિરરના એક રિપોર્ટ અનુસાર લોકો તેને દુનિયાનું સૌથી ગંદુ ઘર કહી રહ્યાં છે. 

ઘરની સાથે કરચો ફ્રી

1/7
image

આ ઘર વર્ષોથી ખાલી પડ્યું છે અને હવે તેને વેચવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત છે કે આ ઘરને સાફ-સફાઈ કર્યા વગર વેચવા માટે કાઢવામાં આવ્યું છે. એટલે કે જે પણ આ ઘર ખરીદશે તેને 13 વર્ષથી ભેગો થયેલો કચરો સાથે મળશે. 

 

 

એક વૃદ્ધ દંપતિનું હતું આ ઘર

2/7
image

હાલ આ ઘરને એક પ્રોપર્ટી કંપની દ્વારા અધિગ્રહિત કરી લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મકાન મૂળ રૂપથી એક વૃદ્ધ દંપતિ અને તેમના પુત્રનું હતું. મકાનની સ્થિતિ જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંને વૃદ્ધ માતા-પિતાનું નિધન થઈ ગયું અને પુત્ર જે આ ઘરની બહાર રહેતો હતો, તે ઘરનું ધ્યાન રાખી શક્યો નહીં. તેથી ઘરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એક બેડરૂમમાં કરચા વચ્ચે અખબાર મળ્યું જે ડિસેમ્બર 2008નું છે. તેનાથી ખ્યાલ આવે કે વર્ષોથી આ ઘર અસ્તવ્યસ્ત છે. 

આઉટડોર જુઓ તો જંગલ લાગે

3/7
image

જ્યારે તમે આ ઘરની બહારની તસવીરો જોશો તો ખ્યાલ આવશે કે ઘરની બહાર ઘાસ ઉગી ગયું છે. ઘરની બાઉન્ડ્રીથી થતાં આ ઘાસ ઉપર સુધી પહોંચી ગયું છે. તેને વર્ષોથી કાપવામાં આવ્યું નથી. 

 

 

ઘરમાં કચરાનો ઢગલો

4/7
image

ઘરની અંદર રહેલ સીડીઓ પર એટલો કચરો ફેલાયો છે કે. લાગે છે કે આખા શહેરનો કચરો અહીં ખાલી કરવામાં આવ્યો છે. અહીં છેલ્લા 13 વર્ષથી સાફ-સફાઈ થઈ નથી. 

 

 

 

રસોડામાં 13 વર્ષ જૂનું ભોજન

5/7
image

કિચનની તસવીરો જોઈને લાગે છે કે ક્યારથી અહીં કોઈ આવ્યું નથી. કિચનમાં 13 વર્ષ જૂના વાસણ ત્યાં પડેલા છે. ત્યારનું બનાવેલું ભોજન હજુ તેમને તેમ છે. 

 

 

બાથરૂમની હાલત ખરાબ

6/7
image

જો તમે આ ઘરના બાથરૂમની તસવીરો પણ જોઈ લો તો બની શકે કે તમને ઉલ્ટી થવા લાગે. ટોયલેટ સીટની સ્થિતિ એટલી ખરાબ છે છે કે અસલી રંગ ઓળખવો મુશ્કેલ થઈ રહ્યો છે. 

માસ્ટર બેડરૂમ કે કરચાપેટી?

7/7
image

ઘરના માસ્ટર બેડરૂમની એવી તસવીરો સામે આવી છે. તેમાં દેખાડવામાં આવ્યું છે કે પહેલા રહેતા લોકોએ આટલો કચરો કેમ ફેંક્યો. તેમ છતાં સફાઈ કર્યા વગર આ ઘર વેચવા માટે કાઢવામાં આવ્યું છે.