Anupama Prequel માં જોવા નહીં મળે આ એક્ટર, અનુજની સાથે આ 6ની પણ વિદાય

Anupama Prequel: છેલ્લા દોઢ વર્ષથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છવાયેલા ટીવી શો અનુપમા પ્રીક્વલ  (Anupama Prequel)  જલદી સામે આવશે. આ પીક્વલમાં ફેન્સ પોતાની અનુપમાની જિંદગીના તે રહસ્યો જોઈ શકશે જે અત્યાર સુધી શોમાં સામે આવ્યા નથી. અનુપમાના મેકર્સે શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. પરંતુ તમને જાણીને થોડી નિરાશા પણ થશે કે શોમાં તમારા ફેવરેટ સ્ટાર કાસ્ટથી કેટલાક એક્ટર ગાયબ રહેવાના છે. કારણ કે શોમાં અનુપમા અને વનરાજના લગ્નના 10 વર્ષ બાદની કહાની દેખાડવામાં આવશે. તો જુઓ આ પ્રીક્વલથી કોની-કોની વિદાય થઈ છે. 

ગૌરવ ખન્ના એટલે કે અનુજ કપાડિયા

1/7
image

આ શોમાં અનુપમા સીરિયલના સૌથી જાણીતા પાત્ર અનુજ કપાડિયાની કમી લોકોને ખલશે. કારણ કે અહીં અનુપમાના લગ્ન બાદ અને છુટાછેડા પહેલાની કહાની સામે આવવાની છે. આ દરમિયાન અનુજ વિદેશમાં હતો તેથી તે શોમાં જોવા મળશે નહીં.

સમર એટલે પારસ કલનાવત

2/7
image

અનુપમાનો સૌથી મોટો સપોર્ટર અને તેનો લાડલો નાનો પુત્ર સમર શાહની ભૂમિકા નિભાવનાર પારસ કલનાવત આ પ્રીક્વલમાં નહીં હોય. કારણ કે આ શોમાં સમરના બાળપણનું પાત્ર હશે. 

 

 

કિંજલ એટલે નિધી શાહ

3/7
image

આ શોમાં કિંજલ એટલે નિધી શાહની ભૂમિકા ખતમ થઈ જશે. કારણ કે જ્યારે સમર અને તોષૂ બાળકો છે તો અનુપમાની વહુની ભૂમિકાનો સવાલ ઉઠતો નથી. 

 

 

મુસ્કાન બામને એટલે કે પાખી

4/7
image

અનુપમામાં આપણે જોઈ ચુક્યા છીએ કે પાખી લગ્નના 10 વર્ષ બાદ જન્મી છે, એટલે કે આ પ્રીક્વલમાં પાખી એટલે કે મુસ્કાન બામને પણ જોવા મળશે નહીં. 

 

 

કાવ્યા એટલે મદાલસા શર્મા

5/7
image

વનરાજની બીજી પત્ની કાવ્યા એટલે કે મદાલસા શર્મા પણ આ શોને મિસ કરશે. કારણ કે આ કહાનીમાં વનરાજ અને કાવ્યાની મુલાકાત થશે નહીં. 

 

 

તોષૂ એટલે કે આશીષ

6/7
image

પારિતોષ એટલે કે તોષૂનું પાત્ર ભજવનાર આશીષ મહરોત્રાના બાળપણ વાળુ રૂપ શોમાં જોવા મળશે, તેથી આશીષ પણ હવે દેખાશે નહીં. 

 

 

માલવિકા એટલે અનેરી વજાણી

7/7
image

જ્યારે શોમાં અનુજની એન્ટ્રી થવાની નથી તો તેની બહેન માલવિકાનો સવાલ ઉઠતો નથી, તેથી શોમાં અનેરી વજાણી પણ જોવા મળશે નહીં.