પ્રિયંકા ચોપડાની આ તસવીરોએ ઇન્ટરનેટની દુનિયામાં લગાવી દીધી આગ

લોસ એન્જલસમાં યોજાયેલ ગ્રેમી અવોર્ડ્સના ફંક્શનમાં પ્રિયંકા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તે ડિઝાઈનર રાલ્ફ એન્ડ રૂસોના ગાઉનમાં જોવા મળી હતી. તેણે પહેરેલા ડિપ નેકલાઈનવાળા ગાઉનના કેટલાક ફોટો અને વીડિયોઝ પણ વાઈરલ થઈ રહ્યા છે જે જોઈને અનેક ફેન્સ પણ ફિદા થયા હતા.

1/5
image

પ્રિયંકાએ ગ્રેમી 2020માં જે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું એ ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન હતું. આમાં તે એકદમ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. 

2/5
image

પ્રિયંકાએ વ્હાઇટ ગાઉન સાથે મેચિંગ ડાયમંડ ઇયરિંગ્સ પહેરી હતી અને વાળને ખુલ્લા રાખ્યા હતા. 

3/5
image

પ્રિયંકાની આ તસવીર જોઈને કેટલાક નેટીઝને તેને ટ્રોલ કરી છે. કેટલાક લોકોએ તો આ તસવીર પર બહુ નકારાત્મક કમેન્ટ્સ કરી છે. કેટલાક લોકોએ તો કહ્યું કે આના કરતા તો તે બોલિવૂડમાં વધારે સારા કપડાં પહેરતી હતી. 

4/5
image

આ પ્રસંગે પ્રિયંકાની ડ્રેસિંગ સેન્સે બધાને પાછળ છોડી દીધા હતા. પ્રિયંકાની ફેમિલી તસવીર પર કમેન્ટ્સ જોઈને લાગે છે કે પ્રિયંકા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ છે. 

5/5
image

પ્રિયંકા અને નિક રેડ કાર્પેટ પર શાનદાર એન્ટ્રી લેવા માટે જાણીતા છે. (તમામ તસવીર સાભાર : પ્રિયંકા ચોપડાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)