Gujarat Weather: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં હળવોથી મધ્યમ અને ભારે વરસાદ પડી રહ્યો છે. આનાથી રાજ્યમાં નવરાત્રિ ઉત્સવ પર અસર પડી છે. વરસાદથી પંડાલો પાણી અને કાદવથી ભરાઈ ગયા છે, જેના કારણે ગરબામાં ભાગ લેનારાઓને અગવડતા થઈ રહી છે. હવામાન વિભાગે રવિવાર સુધી પાંચ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ફરી આગાહી કરી છે, છેલ્લા 2-3 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે અને ત્યારે હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
IMD Rainfall Alert: હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના આ વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત યુપી અને છત્તીસગઢમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
IMD Alert: આગામી 2 દિવસ દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે; ત્યારબાદના 3 દિવસ દરમિયાન ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં વાતાવરણ સારૂ રહેશે.
Paresh Goswami Agahi: રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર,અમરેલી,સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો હતો. પરંતુ હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. હજુ પણ ઘણી જગ્યાએ વરસાદની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આજે તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.
Ambalal Patel Weather 2025: સમગ્ર દેશમાં હવે હવામાન ગરમ થવા લાગ્યું છે. દિલ્હી-NCRનું તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-NCR સહિત આગામી 10 રાજ્યોમાં હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 એપ્રિલથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે. ગુજરાતમાં મિક્ષ વાતાવરણ જોવા મળ્યું છે. અંબાલાલ પટેલે તો કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ છે. આસામ અને ઓડિશા સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ઘણી જગ્યાએ વરસાદ થયો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. હવામાન વિભાગે રવિવારે પણ પૂર્વી ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે 25 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતનું હવામાન પણ પ્રભાવિત થશે.
Gujarat Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ફરી એકવાર હવામાનમાં પલટો આવવા જઈ રહ્યો છે. દેશના ઉત્તરીય રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભારે ઠંડા પવનોને કારણે લોકો ગરમ વસ્ત્રોમાં જોવા લાગ્યા છે. અગાઉ સૌને એવું લાગવા માંડ્યું હતું કે હવે ઉનાળો શરૂ થયો છે, પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ અને કરા પડતાં ઠંડીએ ફરી એકવાર પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
IMD Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ ફરી એકવાર હવામાનમાં પલટો આવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી રહેશે, જેના કારણે દિવસનું તાપમાન વધી શકે છે.
Gujarat Weather Update: ગુજરાત સહિત દિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતનું હવામાન બગડ્યું છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પહાડોમાં વરસાદથી મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે?
Gujarat Weather Update: રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુરુવારે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક આવી ગઈ છે.
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે. જ્યાં ભયાનક પૂર, વિનાશકારી બરફનું તોફાન અને ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે અમેરિકામં કેમ વારંવાર કુદરતી આફતો આવી રહી છે?
Gujarat Weather Update: દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં ચારેય દિશામાં વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. વરસાદ બાદ શિયાળાની તીવ્રતા ફરી એકવાર વધી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે.
Gujarat Weather Update: ઉત્તર ભારતમાં તાપમાનમાં વધારો થયો છે, પરંતુ વરસાદ બાદ શિયાળાની તીવ્રતા ફરી વધી શકે છે. જી હા...ઘણા રાજ્યોમાં વાવાઝોડાની સાથે પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ભારે વાદળો ઘેરાશે અને તેજ પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે અંગે એલર્ટ જાહેર કર્યું છે.અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં આ દિવસોમાં હવામાન બેવડા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ બપોરના સમયે આકરા તડકાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. 23 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદનું તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચી જશે.
Gujarat Weather Update Forecast: ફરી એકવાર ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 17-18-19એ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે.
Gujarat weather Update: ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચેતવણી આપી હતી કે 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટવેવની સંભાવના છે. 23મી ફેબ્રુઆરીથી અંત સુધી વાદળછાયું આકાશ અને કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Update: હવે ગુજરાતમાંથી ઠંડી ધીમે ધીમે દૂર થતી જોવા મળી રહી છે. તે દરમિયાન હવામાન વિભાગ તરફથી એક અપડેટ બહાર આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન કેવું રહેશે.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
Gujarat Weather Rain Alert: ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત અન્ય કેટલાક રાજ્યોમાં વાવાઝોડું અને વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat weather Update: ફેબ્રુઆરી મહિનો અડધો થઈ ગયો છે, ઠંડીની મોસમ ચાલી રહી છે, તેમ છતાં ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચી ગયું છે. કડાકા ભડાકા સાથે વાદળો ગજરજશે અને વીજળી સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. IMDએ આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.