બાપ રે...અહીં લગ્ન પછી દુલ્હા-દુલ્હન 3 દિવસ સુધી ટોઈલેટ ન જઈ શકે, કારણ જાણી નવાઈ લાગશે

આજે અમે એક દેશના એક એવા જ રિવાજ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટોઈલેટ જતા નથી. 

લગ્ન કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિના લોકોના જીવનમાં ખુબ મહત્વ ધરાવે છે. આથી તેને ખાસ બનાવવા માટે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના રીતિ રિવાજો નિભાવવામાં આવે છે. પરંતુ કેટલાક રિવાજો એવા છે જે તમને નવાઈ પમાડશે. આજે અમે એક દેશના એક એવા જ રિવાજ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટોઈલેટ જતા નથી. 

3 દિવસ સુધી ટોઈલેટ નથી જતું કપલ

1/5
image

ધ સ્ટારના એક રિપોર્ટ મુજબ લગ્ન બાદ આ અનોખો રિવાજ ઈન્ડોનેશિયાના ટીડોંગ નામના સમુદાયમાં નિભાવવામાં આવે છે. આ રિવાજને લઈને અનેક માન્યતા છે જેના કારણે લોકો તેને નિભાવે છે. આથી લગ્નના ત્રણ દિવસ સુધી નવ પરણિત દંપત્તિ ટોઈલેટ જતું નથી. 

ટોઈલેટ ન જવા પાછળ ચોંકાવનારું કારણ

2/5
image

આ રિવાજ પાછળ માન્યતા એવી છે કે લગ્ન એક પવિત્ર સમારોહ હોય છે અને જો વર વધુ ટોઈલેટ જાય તો તેમની પવિત્રતા ભંગ થઈ જાય છે. અને તેઓ અશુદ્ધ થઈ જાય છે. આથી લગ્નના 3 દિવસ સુધી દુલ્હા દુલ્હનના ટોઈલેટ જવા પર પ્રતિબંધ હોય છે. જો કોઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. 

ખરાબ નજરથી બચાવવું એ પણ એક કારણ

3/5
image

એટલું જ નહીં આ રિવાજ નિભાવવા પાછળનું એક કારણ નવ દંપત્તિને ખરાબ નજરથી બચાવવાનું પણ હોય છે. આ જાતિના લોકોની માન્યતા મુજબ જ્યાં મળ ત્યાગ કરવામાં આવે છે ત્યાં ગંદકી હોય છે. અને તેને કારણે ત્યાં નકારાત્મક શક્તિઓ હોય છે. 

સંબંધમાં ખટાશ આવે છે

4/5
image

એવી માન્યતા છે કે જો દુલ્હા દુલ્હન લગ્ન બાદ તરત શૌચાલય જાય તો તેમના પર નકારાત્મકતાનો પ્રભાવ થઈ શકે છે. જેનાથી તેમના દાંપત્યજીવનમાં પરેશાનીઓ ઊભી થાય છે. સંબંધમાં ખટાશ આવી શકે છે અને નવ દંપત્તિના લગ્ન તૂટી પણ શકે છે. 

લગ્ન બાદ ઓછું ખાવા મળે છે

5/5
image

લગ્નના ત્રણ દિવસ સુધી દુલ્હા દુલ્હનને કોઈ પરેશાની ન થાય અને રિવાજ સારી રીતે પાળી શકે તે માટે તેમને ખાવા પીવાનું ઓછું આપવામાં આવે છે. એ વાતનો પણ ખ્યાલ રખાય છે કે તેઓ શૌચાલય ન જાય. અહીં આ રિવાજ ખુબ જ કડકાઈથી પાળવામાં આવે છે.