Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશે

Cheapest Automatic Cars: જો તમે વધુ ભીડભાડવાળી જગ્યા પર ડ્રાઈવિંગ કરતા હોવ તો તમારા માટે ઓટોમેટિક કાર વધુ સારો વિકલ્પ રહેશે. કારણ કે મેન્યુઅલ કારોની સરખામણીએ તેને ચલાવવી સરળ રહે છે. તેમાં ડ્રાઈવરે ગિયર બદલવાની માથાકૂટ રહેતી નથી. આ કામ જરૂર પડ્યે કાર પોતે જ કરતી હોય છે. જો કે મેન્યુઅલ કારોની સરખામણીએ ઓટોમેટિક કાર વધુ મોંઘી હોય છે. આ માટે તમારે ઓછામાં ઓછા 50-60 હજાર રૂપિયા વધુ ખર્ચવા પડે છે. આવામાં અમે તમને દેશની 5 સૌથી સસ્તી ઓટોમેટિક કારો વિશે જણાવીશું. 
 

ટાટા ટિયાગો

1/5
image

આ ટાટાની સૌથી સસ્તી કાર છે. તેમાં 1.2 લીટર NA પેટ્રોલ એન્જિન (84 બીએચપી અને 113 એનએમ) માં 5-સ્પીડ એમટી/ઓટોમેટિક ટ્રાન્સમિશનનું ઓપ્શન ઓફર કરાય છે. તેના ઓટોમેટિક વેરિએન્ટ્સની કિંમત 6.92 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 

મારુતિ સુઝૂકી વેગનઆર

2/5
image

મારુતિ સુઝૂકી વેગનઆરમાં બે એન્જિન ઓપ્શન 1.0 લીટર અને 1.2 લીટર આવે છે. તેમાં 5 સ્પીડ એમટી/ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 6.55 લાખ રૂપિયા (એકસ શોરૂમ) થી શરૂ થાય છે. 

રેનો ક્વિડ

3/5
image

તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિનની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન આવે છે. ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 6.12 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. તે એન્ટ્રી લેવલ હેચબેક કાર છે. 

મારુતિ સુઝૂકી એસ-પ્રેસો

4/5
image

તેનું મિકનિકલ ઓલ્ટો K10 જેવું જ છે. તેમાં પણ 1.0 લીટર NA પેટ્રોલ એન્જિન છે ને 5-સ્પીડ મેન્યુઅલ/ઓટોમેટિક (AGS) ગિયરબોક્સનો વિકલ્પ છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 5.76 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 

મારુતિ સુઝૂકી ઓલ્ટો કે10

5/5
image

ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રાન્સમીશન વાળી કાર મારુતિ સુઝૂકી ઓલ્ટો કે10 છે. તેમાં 1.0 લીટર NA પેટ્રોલ એન્જિન (67.7 બીએચપી અને 89 એનએમ) ની સાથે 5-સ્પીડ મેન્યુઅલ/ઓટોમેટિક (AGS) ગિયરબોક્સનું ઓપ્શન મળે છે. તેના ઓટોમેટિક વેરિએન્ટની કિંમત 5.59 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે.