ટીવીની આ 5 અભિનેત્રીએ સાડીમાં મચાવ્યો આતંક, SEE PHOTOS

આજે આપણે ટીવીની તે અભિનેત્રીઓની વાત કરીશું જોકે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ટ્રેડિશનલ લુક પણ તેમની સુંદરતાનો કોઇ જવાબ નથી.

નવી દિલ્હી: લોકડાઉન ખતમ થયા બાદ ઘણા ટીવી શોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સેટ પરથી શૂટિંગ દરમિયાનના તમામ ફોટો સામે આવી રહ્યા છે. પરંતુ આજે અમે વાત ટીવીની તે અભિનેત્રીની કરીશું જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ટ્રેડિશનલ લુકમાં પણ તેમની સુંદરતાનો કોઇ જવાબ નથી. ટીવીની પાંચ ચર્ચિત અભિનેત્રી જેમ કે દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi), નિયા શર્મા અને કેટલાક એવા નામ છે જેનો અમે દેશી અવતાર બતાવીશું.  

દિવ્યાંકા ત્રિપાઠી

1/5
image

ટીવી શો 'યે મોહબ્બતે'થી ઘરેઘરે ઓળખ બનાવનાર દિવ્યાંકા ત્રિપાઠી મોટાભાગે દેસી અવતારમાં જ જોવા મળે છે. સૂટ, ગાઉનથી માંડીને સાડીમાં તેમનો અવતાર તેમના ફેન્સને દિવાના બનાવી દે છે. આ ફોટોમાં દિવ્યાંકા એકદમ અલગ જ લાગી રહી છે. 

દ્રષ્ટિ ધામી

2/5
image

ટીવી શો 'મધુબાલા'થી દ્રષ્ટિ ધામીએ જોરદાર ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દ્રષ્ટિ ધામી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઇંસ્ટાગ્રામ પર તમને તેના એક એકથી ચઢિયાતા સુંદર ફોટા જોવા મળી જશે. સાડીમાં દ્રષ્ટિ ધામી આ એક ફોતો તેના દેસી અવતારનું ઉદાહરણ છે.

જેનિફર વિંગેટ

3/5
image

ટીવીની એકદમ સુંદર અને ડિમાન્ડીંગ અભિનેત્રી જેનિફર વિંગેટએ 'બેહદ' અને 'બેપનાહ' શો વડે ઓળખ પ્રાપ્ત કરી, જેનિફર વિંગેટ ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. 

કરિશ્મા તન્ના

4/5
image

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 'કયામત કી રાત' અને 'નાગીન' શોથી કરિશ્માએ ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી. 'બિસ બોસ સીઝન 8'માં પણ કરિશ્મા તન્ના સ્પર્ધક તરીકે જોવા મળી હતી. કરિશ્મા તન્નાનો સાડીમાં આ અવતાર તમારું દિલ જરૂર જીતી લેશે. 

નિયા શર્મા

5/5
image

નિયા શર્મા હાલ 'નાગીન' શોમાં જોવા મળી રહી છે. 'જમાઇ રાજા' વડે નિયાએ ઓળખ પ્રાપ્ત કરી હતી. નિયા પોતાના ટીવી શોથી વધુ પોતાના બોલ્ડ ફોટોને લઇને ચર્ચામાં રહે છે. 

(ફોટો સાભાર: આ તમામ તસવીરો અભિનેત્રીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)