દ્વારકાધીશ મંદિરમાં લહેરાય છે 52 ગજની ધ્વજા, દિવસમાં 3 વાર બદલાય છે રંગ

3 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવા આવશે. મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ આ તહેવારની જોશભેર ઉજવણી થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ચાર ધામોમાંથી એક છે. જન્માષ્ટમીના પાવન અવસરે આ મંદિર સંબંધિત કેટલીક રોચક વાતો જાણીએ. ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં ભગવાન દ્વારકાધીશની પૂજા થાય છે. જેનો અર્થ થાય છે દ્વારકાના રાજા. દ્વાપર યુગમાં દ્વારકાના ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનુ ખાસ મહત્વ છે. 

ગુજરાતના દ્વારકાનું દ્વારકાધીશ મંદિર

1/7
image

આ મંદિરના શિખર પર લાગેલી ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વમાં લહેરાય છે. 52 ગજની આ ધ્વજા અંગે એવી માન્યતા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું. આ તમામના પોતાના ભવન હતાં. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધજી અને પ્રદ્યુમનજી દેવસ્વરૂપ હોવાના કારણે મંદિર બનેલા છે અને તેમના મંદિરના શિખર પર તેમના ધ્વજ લહેરાય છે. 

દ્વારકાધીશ મંદિરની ધ્વજા

2/7
image

બાકી 52 પ્રકારના યાદવોના પ્રતિક સ્વરૂપે અહીં 52 ગજની ધ્વજા દ્વારકાધીશના મંદિર પર લહેરાય છે. મંદિરમાં પ્રવેશ માટે ગોમતી માતા મંદિરની સામે 56 સીડીઓ પણ તેનું પ્રતિક છે. 

યાદવોના શાસનનું પ્રતિક છે ધ્વજ

3/7
image

સાત માળના આ મંદિરના શિખર પર લહેરાતી ધર્મધ્વજાને જોઈને દૂરથી જ શ્રી કૃષ્ણના ભક્તો તેમની સામે પોતાનું માથું ઝૂકાવી દે છે. આ ધ્વજા લગભગ 84 ફૂટ લાંબી છે જેમાં વિવિધ પ્રકારના રંગ હોય છે.   

દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ કર્યું શાસન

4/7
image

મંદિરની ઉપર લાગેલી ધ્વજા પર સૂર્ય અને ચંદ્રમાંના પ્રતિક ચિન્હ બનેલા છે. સૂર્ય ચંદ્ર શ્રીકૃષ્ણના પ્રતિક ગણાય છે. આથી તેમના મંદિરના શિખર પર સૂર્ય ચંદ્રના ચિન્હવાળા ધ્વજ લહેરાય છે. 

ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની હતી દ્વારકા

5/7
image

દ્વારકાધીશજીના મંદિર પર લાગેલી ધ્વજાને દિવસમાં 3 વાર સવારે, બપોરે, સાંજે બદલાય છે. મંદિરની ઉપર ધ્વજા ચઢાવવાનો અને ઉતારવાનો અધિકાર અબોટી બ્રાહ્મણોને પ્રાપ્ત છે. દર વખતે અલગ અલગ રંગના ધ્વજ મંદિર પર લગાવવામાં આવે છે. 

પશ્ચિમથી પૂર્વ દિશામાં લહેરાય છે મંદિરનો ધ્વજ

6/7
image

મંદિરમાં લાગેલી દરેક ધ્વજાના રંગનું પોતાનું અલગ મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ, ધનધાન્ય, વિપુલ સંપત્તિ, સમૃદ્ધિનું પ્રતિક છે. લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતિક ગણાય છે. આ સાથે જ મનુષ્યની સુખ શાંતિ અને આંખોની જ્યોતિ વધારનારો છે. 

ચાર ધામોમાંનું એક છે દ્વારકા

7/7
image

પીળો રંગ જ્ઞાન, વિદ્યા, અને બુદ્ધિનું પ્રતિક ગણાય છે. નીલો રંગ બળ અને પૌરુષનું પ્રતિક ગણાય છે. સફેદ રંગ પવિત્રતા, શુદ્ધિ અને વિદ્યાનું પ્રતિક મનાય છે. ભગવો રંગ સાહસ, નિડરતા અને પ્રગતિ ગણાય છે. ગુલાબી રંગ મનુષ્યના સ્વભાવને ગુલાબ જેવો બનાવવનું સૂચક છે. (તસવીરો સાભાર- @GujaratTourism)