Photos: જ્યાં જુઓ ત્યાં તબાહી, 81 વર્ષ બાદ ફૂટ્યો ખતરનાક બોમ્બ; લોકો થયા બેધર
એક્સેટર (Exeter) શહેરમાં રહેણાંક વિસ્તારમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. આ બોમ્બ શુક્રવારના એક્સેટર યૂનિવર્સિટીના (Exeter University) કમ્પાઉન્ડમાં બોમ્બ જોવા મળ્યો હતો
લંડન: વિશ્વ યુદ્ધથી (World War) સર્જાયેલા વિનાશના પડઘા 81 વર્ષ પછી પણ સંભળાયા છે. બ્રિટનની (Britain) રાજધાની લંડન (London) નજીક એક્સેટર (Exeter) શહેરમાં 900 કિલોગ્રામ બોમ્બ જોવા મળ્યો હતો. પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી ત્યારે તપાસ દરમિયાન તે વિશ્વ યુદ્ધ 2 નો (World War 2) વિનાશક બોમ્બ હોવાનું બહાર આવ્યું છે. તેને ડિફ્યૂઝ (Diffuse) કરવા માટે આખું શહેર ખાલી કરાવવું પડ્યું. બોમ્બ બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
નિવાસી વિસ્તારમાં બોમ્બથી મચ્યો હડકંપ
એક્સેટર (Exeter) શહેરમાં રહેણાંક વિસ્તારમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. આ બોમ્બ શુક્રવારના એક્સેટર યૂનિવર્સિટીના (Exeter University) કમ્પાઉન્ડમાં બોમ્બ જોવા મળ્યો હતો. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ (Bomb Disposal Squad) અને પોલીસે સમગ્ર વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો હતો. યુનિવર્સિટીના 1400 વિદ્યાર્થીઓ સહિત ગ્લેન્થહોર્ન રોડ (Glenthorne Road) વિસ્તારમાં રહેતા લગભગ 2600 મકાનોના રહીશોને આ વિસ્તાર ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.
શુક્રવાર અને શનિવારના તે તમામ વિસ્તારમાંથી દૂર સુરક્ષિત જગ્યાઓ પર જવા માટે કહ્યું હતું. આ ખતરનાક બોમ્બને રિમોટ કંટ્રોલ દ્વારા રવિવારના સાંજે 6 વાગ્યે 10 મિનિટ પર ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો.
દૂર દૂર સુધી સાંભળાયો બોમ્બ બ્લાસ્ટનો પડઘો
આ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) એટલો શક્તિશાળી હતો કે, તેનો પડઘો લગભગ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો. આ ભયાનક વિસ્ફોટના કારણે આસપાસના ઘરોની દિવાલ અને બારીઓ પણ તૂટી ગઈ હતી. હવે આ ઘરોના તૂટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વીડિયોમાં બ્લાસ્ટનો કાટમાળ ઉડતો નજરે પડે છે. બોમ્બને નિષ્ક્રિય કર્યા બાદ પણ લોકોને તેમના ઘરે પરત ફરવાની મંજૂરી મળી નથી.
ચાલુ છે શોધ અને સમારકામ
સૈન્યનું માનવું છે કે, બીજા વિશ્વ યુદ્ધ (WW2) દરમિયાન બોમ્બને જર્મનીના (Germany) હિટલરની (Hitler) નાઝી સેના દ્વારા એક્સેટર શહેર પર ફેંકવામાં આવ્યો હોવો જોઇએ. તેમને એ પણ ડર છે કે, આ વિસ્તારમાં આવા વધુ બોમ્બ હોઇ શકે છે. પોલીસનું કહેવું છે કે, સુરક્ષા ઓડિટ કર્યા બાદ જ લોકોને તેમના ઘરે પરત ફરવા દેવામાં આવશે.
બોમ્બ નિષ્ફળ ગયાના બે દિવસ પછી લોકોને તેમના ઘરે પરત આવવાની મંજૂરી મળી નથી. અત્યારે તૂટેલા મકાનોને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ વિસ્તારની સઘન શોધખોળ પણ કરવામાં આવી રહી છે.
Trending Photos