Photos: ભવનાથના મેળામાં આ વર્ષે એવું જોવા મળશે, જેની સામે કુંભ મેળો પણ ફિક્કો લાગશે

 જુનાગઢમાં યોજાતા ભવનાથના મિની કુંભમેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે મેળામાં આવનાર ભાવિકોને એક ખાસ નજારો જોવા મળવાનો છે, આવો નજારો અત્યાર સુધી શ્રદ્ધાળુઓને ક્યારેય જોવા મળ્યો નહિ હોય. મેળાને લઈને જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે શહેરની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

સત્યમ હંસોરા/જુનાગઢ : જુનાગઢમાં યોજાતા ભવનાથના મિની કુંભમેળાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે મેળામાં આવનાર ભાવિકોને એક ખાસ નજારો જોવા મળવાનો છે, આવો નજારો અત્યાર સુધી શ્રદ્ધાળુઓને ક્યારેય જોવા મળ્યો નહિ હોય. મેળાને લઈને જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે શહેરની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 
 

1/5
image

મિની કુંભ મેળાના ઇતિહાસમાં પહેલીવાર વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે. જુનાગઢની ઈમારતો સુંદર ચિત્રોથી રંગવામાં આવી છે. આ તમામ ચિત્રો શિવ પુરાણ આધારિત વિષયો પર દોરવામાં આવ્યા છે. ત્યારે હવે આ ચિત્રોથી જુનાગઢની ગલીઓની રોનક બદલાઈ ગઈ છે. 

2/5
image

જુનાગઢની ટીમ દ્વારા આ વોલ પેઈન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. આ વિશે કલાકાર ભૂમિ વાઘેલાએ કહ્યું કે, 25 જેટલા કલાકારો દ્વારા આ ચિત્રો બનાવવામાં આવ્યા છે. દત્ત અને દાતારના બેસણાની ગોદમા આ પેઈન્ટિંગ બનાવાયા છે. તો શિવપુરાણોની સાથે અમે કેટલાક સાધુ સંતોના પણ પેઈન્ટિંગ્સ બનાવ્યા છે. 

3/5
image

શિવ ભગવાનની જ બધી કૃતિઓ છે. જેમાં શિવ પર આધારિત મોર્ડન આર્ટને પણ સામેલ કરાયું છે.  

4/5
image

એક કલાકારે કહ્યું કે, શિવની આરાધના દ્વારા અમે અમારી કલા અહી જુનાગઢમાં રજૂ કરી છે. જેને આવતીકાલથી લાખો શ્રદ્ધાળુઓ નિહાળશે. 

5/5
image

જૂનાગઢના શિવ કુંભ મેળામાં અખાડા પરિષદની બેઠકમાં ગઈકાલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરાયું હતું કે, સાધુ સંતોને મળનારી દાન દક્ષિણાની તમામ ધન રાશિ પુલવામાના શહીદોના પરિવારને અર્પણ કરાશે. તો ગિરનારના રાષ્ટ્રવાદી સંત ઈન્દ્રભારતી બાપુના પ્રસ્તાવ પર સંતોએ મહોર મારી હતી. મહામંડેશ્વર ભરતીબાપુ, મહામંડેશ્વર મહેન્દ્રનંદગીરીજી મહારાજ અને તનસુખગિરિજી મહારાજે પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.