junagadh

જૂનાગઢ ફોરેસ્ટ વિભાગે સિંહના નખનો બિનકાયદેસર વેપાર કરતી ગેંગનો પર્દાફાશ

માળીયા તાલુકાના ભંડુરી ગામે થી ઝડપાયેલ યુવક પિયુષ રતિલાલ જોશી એ ફેસબુક મારફત સંપર્ક કરીને રાજસ્થાન ના ઝૂનઝૂનુ ના સુલતાનપુર ગામેથી એક વેન્ડર કંપની પાસે થી સિંહના નખ મંગાવ્યા હતા, વન વિભાગે રાજસ્થાન ના સુલતાનપુર માં પણ છાપો મારીને સિંહના નખ સાથે એક યુવકને ઝડપી પડ્યો છે. 

Dec 5, 2019, 10:04 PM IST
Soaking Amount Of Peanuts In Keshod Marketyard PT9M45S

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

Dec 4, 2019, 12:35 PM IST
Forecast For Two Days Rainfall In Gujarat PT7M15S

માવઠાનું મહાસંકટ: આજથી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:30 PM IST
Forecast Of Two Days Rainfall In Saurashtra PT4M12S

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:20 PM IST
100 Gaam 100 Khabar 04 December 2019 PT23M42S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.

Dec 4, 2019, 09:15 AM IST
King of the jungle on the road in Junagadh PT51S

જૂનાગઢમાં રસ્તા પર જઇ રહેલા સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

જૂનાગઢમાં રસ્તા પર જઇ રહેલા સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

Dec 3, 2019, 10:50 PM IST
Rainfall across the whole of Saurashtra has raised farmers concerns PT7M11S

સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.

Dec 3, 2019, 10:15 PM IST

કમોસમી વરસાદઃ કેશોદ, મેંદરડા, માળિયા હાટીના ભીંજાયા, 4-5 ડિસેમ્બર વરસાદની આગાહી

અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે. 
 

Dec 3, 2019, 08:04 PM IST
Whale Fish Caught In Trap Of Fishermen In Junagadh PT3M17S

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

Dec 2, 2019, 03:50 PM IST
Water Pipe Leakage Near Keshod Fawara Chowk In junagadh PT4M21S

જૂનાગઢ: કેશોદના ફૂવારા ચોક પાસે પાણીની પાઈપમાં ભંગાણ

કેશોદના ફુવારા ચોક નજીક પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. આર.સી.સી રોડ કામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. ભંગાણ થતા હજારો લીટર પાણીની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારથી પાણીનો બગાડ થઇ રહ્યો હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. કેશોદના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.

Dec 2, 2019, 12:50 PM IST
Land scam at Jamnagar PT3M36S

જામનગર (Jamnagar)માં કરોડોની કિંમતની જમીનની ઠગાઇનો કિસ્સો

જામનગર (Jamnagar)માં કરોડોની કિંમતની જમીનની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં અમરેલી (Amreli) અને જુનાગઢ (Junagadh)ના ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલામાં જમીનનો સાટાખત કરાવી પૈસા ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે.

Nov 28, 2019, 09:40 AM IST
Precipitation Jamngar Junagadh And Dwarka PT8M12S

જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩ થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું.

Nov 14, 2019, 07:05 PM IST
Lili Parikrama update in Gujarat PT3M36S

જૂનાગઢમાં વનવિભાગે લોકોને કરાવી ઉઠકબેઠક કારણ કે...

જૂનાગઢના ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વનવિભાગ દ્વારા મધ્ય પ્રદેશ અને ગુજરાતના ૨૨ પ્રવાસીઓને એક એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે મોજશોખ કરવા વહેલા ઘૂસેલા યુવકોને ઊઠક બેઠક કરાવી છે. ગીરનાર વાઇલ્ડ લાઇફ સેંચુરી એ પ્રતિબંધિત જંગલ છે. માત્ર પરંપરાગત પરિક્રમા માટે જ પ્રવેશની નિયત દિવસોમાં મંજુરી અપાય છે.

Nov 8, 2019, 12:05 PM IST
Leopard will Shoot And People Rescue Cow PT3M44S

જૂનાગઢમાં માનવભક્ષી દિપડાઓને ગોળી મારવાનો વનવિભાગનો નિર્ણય

જૂનાગઢમાં માનવભક્ષી દિપડાઓને ગોળી મારવાનો વનવિભાગે નિર્ણય લીધો છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દિપડાનો આતંક વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસના શાર્પ શૂટરો દ્વારા વનવિભાગની હાજરીમાં આદમખોર દીપડાને ઠાર કરાશે.

Nov 8, 2019, 11:40 AM IST

ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક

જુનાગઢ (Junagadh) ના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) યાત્રિઓના ધસારાને પગલે શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં પરિક્રમાર્થીઓનો ધસારો વધતા સરકારી તંત્ર અને વન વિભાગે રાત્રે 12ના ટકોરે ઇટવા દરવાજો ખુલ્લો મૂક્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી હતી. સમય પહેલા જ ગીર અભ્યારણ્ય (Gir Santury) માં પ્રવેશ કરનાર મુસાફરોને ઉઠકબેઠક કરાવી હતી.

Nov 8, 2019, 10:44 AM IST

જુનાગઢ: મહા વાવાઝોડાનો ખતરો ટળતા લીલી પરિક્રમાનો એક દિવસ વહેલી શરૂઆત

ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેના પર વાવાઝોડા સહિતના અનેક પડકારો છતા લાગુ કરવામાં આવ્યો હતો. વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર હતો. જો કે પ્રવેશ એક દિવસ વહેલા આપવાનો કલેક્ટરે ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ એક દિવસ વહેલા ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. 

Nov 8, 2019, 12:23 AM IST
State Government Important Decision For Junagadh PT4M9S

સરકાર દ્વારા જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ જાહેર કરાયું

રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ જાહેર કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

Nov 7, 2019, 09:00 PM IST
Girnar Lili Parikrama PT4M45S

ગીરનારની લીલી પરિક્રમા માટે ભક્તો પહોંચવાનું શરૂ, જુઓ વીડિયો

ગરવા ગિરનાર ની ગોદ માં યોજાતી લીલી પરિક્રમ્મા ની તમામ તૈયારીઓ સરકારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. એક તરફ મહા વાવાઝોડાનો ખતરો હોવા છતાં તંત્ર, વન વિભાગ અને જૂનાગઢ મનપા તડામાર વ્યવસ્થાઓ ની ગોઠવણ કરી દીધી છે, ગિરનાર પર્વત ની ખીણ ના ગાઢ જંગલમાં યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા માં ભાગ લેવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી રહ્યા છે.

Nov 7, 2019, 07:00 PM IST

ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી

ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.

Nov 6, 2019, 10:48 AM IST
junagadh yatra gates will not open due to maha cyclone PT2M39S

ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા જુઓ આ વીડિયો

મહા વાવાઝોડા ને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Nov 3, 2019, 11:20 PM IST