સાપ્તાહિક રાશિફળ : આવનારૂ સપ્તાહ આ રાશિના જાતકો માટે રહેશે સારૂ

Weekly Horoscope 25 to 31 october 2021 (By Astro Friend Chirag - Son of Astrologer Bejan Daruwalla): આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો. 

મેષ:

1/12
image

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિ આ અઠવાડિયે થતી દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં મન ભાવુક રહેશે અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિ વિશે વિચારીને મન ચિંતિત રહેશે. પરિવારમાં નકામું ટેન્શન ઊભું થઈ શકે છે અને એકબીજાથી દૂર થશો.    

વૃષભ:

2/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયે બિઝનેસ ટ્રીપને લઈને શુભ સમાચાર મળી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે અને રોકાણનું સારું ફળ મળશે. પ્રેમ સંબંધમાં સમય સુખદ રહેશે અને લવ લાઈફ વધુ સારી બનાવાની ઘણી તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો આ અઠવાડિયે થતો દેખાઈ રહ્યો છે.  

મિથુન:

3/12
image

ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાં નવી શરૂઆત મનને પ્રફુલ્લિત કરશે. આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા સારી સફળતા મળી શકે છે. પોતાના પરિવારજનો સાથે ફરવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રે કરેલી મહેનત ભવિષ્યમાં શુભ સમાચાર આપશે. સ્વાસ્થ્ય સુધારવા માટે ઠોસ નિર્ણય લઈને પ્રયાસ કરશો તો સારા પરિણામ મળી શકે છે. 

કર્ક:

4/12
image

ગણેશજી કહે છે, આર્થિક રોકાણનું શુભ ફળ મળશે. પરિવાર સાથે સુખદ સમય વિતાવશો. પ્રિયજનોના સાંનિધ્યમાં સુખ-શાંતિ અનુભવશો. આ અઠવાડિયે વેપારિક યાત્રા દ્વારા વિશેષ લાભ મળી શકે છે. મુસાફરી મધુર યાદોથી ભરેલી રહેશે.  

સિંહ:

5/12
image

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે કડક વલણ રાખશો તો જ સારા પરિણામ મળશે. સ્વાસ્થ્યમાં સારો સુધારો આ અઠવાડિયે થતો દેખાઈ રહ્યો છે. વેપારિક યાત્રા દ્વારા સારી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધમાં કોઈપણ પ્રકારનો બાહ્ય હસ્તક્ષેપ જીવનમાં કષ્ટ લઈને આવી શકે છે.    

કન્યા:

6/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયે પરિવાર આગળ આવીને તમારી મદદ કરશે અને જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે. સ્વાસ્થ્યમાં સારો સુધારો આ અઠવાડિયે જોવા મળશે. આર્થિક મામલે પ્રગતિ થશે અને સ્ટ્રેસ પણ ઘટશે. પ્રેમ સંબંધમાં એકલતા અનુભવશો.  

તુલા:

7/12
image

ગણેશજી કહે છે, પરિવારમાં નવી શરૂઆતથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સાંનિધ્યમાં કેટલીય ખુશીઓ મળશે. આર્થિક સ્થિતિ બંધનમાં મૂકી શકે છે. રોકાણ તરફ ધ્યાન આપવાની જરૂર છે. વેપારિક યાત્રા હાલ ટાળી દેવી. પ્રેમ સંબંધમાં કોઈ નિર્ણય લેતા પહેલાં બીજાની વાતો સાંભળ્યા વિના પોતાનું ધાર્યું કરવું.  

વૃશ્ચિક:

8/12
image

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને સુખદ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થતો દેખાઈ રહ્યો છે. આ સપ્તાહ વેપારની દ્રષ્ટિએ સારું રહેવાનું છે. પરિવારમાં બધા સાથે હોવા છતાં એકલતા અનુભવશો. પ્રેમ સંબંધમાં સમય સાનુકૂળ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. 

ધન:

9/12
image

ગણેશજી કહે છે, પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે અને આ અઠવાડિયે તમે ઘરની સજાવટ માટે શોપિંગ કરશો. પરિવારમાં ઉપરથી તો બધું બરાબર લાગશે પણ અંદર અંદર કોઈ વાત મનને પરેશાન કરશે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે તકલીફ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધરતું દેખાઈ રહ્યું છે. 

મકર:

10/12
image

ગણેશજી કહે છે, આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં સારા સુધારા જોવા મળશે અને જૂના અનુભવમાંથી શીખીને નવી હેલ્થ એક્ટિવિટી શરૂ કરી શકો છો. પ્રેમ સંબંધમાં એક વ્યાપક દ્રષ્ટિકોણ જીવનમાં પ્રસન્નતા લાવી શકે છે. કાર્યક્ષેત્રે તણાવ વધશે અથવા તો એકાએક નુકસાન વેઠવું પડી શકે છે.    

કુંભ:

11/12
image

ગણેશજી કહે છે, આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે તેમ છતાં કોઈ રોકાણને લીધે મન ચિંતિત રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે પરંતુ તેના માટે તમારે થોડા પ્રયાસ કરવા પડશે. વેપારિક યાત્રા આ અઠવાડિયે ટાળી દેવાની જરૂર છે નહીં તો મન વ્યાકુળ રહેશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે.    

મીન:

12/12
image

ગણેશજી કહે છે, સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાશે અને તંદુરસ્તી અનુભવશો. પ્રેમ સંબંધ રોમેન્ટિક રહેશે અને સાથી સાથે પાર્ટીના મૂડમાં રહેશો. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને માન-સન્માન વધશે. વેપારિક યાત્રા દ્વારા શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઈ બાળકને લઈને મન દુઃખી થશે.