WhatsApp ના આ ખુફિયા ફીચર્સ વિશે જાણો છો? આવી રીતે બનાવો ચેટિંગને વધુ મજેદાર

નવી દિલ્લીઃ આજના જમાનામાં કદાચ જ એવુ કોઈ વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન હોય અને વોટ્સએપનો ઉપયોગ ન કરતો હોય. વોટ્સએપને વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહેવામાં આવે છે. વોટ્સએપ પર તમે વોઈસ અને વીડિયો કોલ્સ કરી શકો છો. સ્ટેટ્સ પણ મૂકી શકો છો. આ સિવાય નવી અપડેટ્સ પછી તમે પેમેન્ટ્સ પણ કરી શકો છો. પરંતુ આટલા ફીચર્સમાં જે નવુ મુખ્ય ફીચર છે, તે છે ચેટિંગ. ચેટિંગ કરતા સમયે તમે ઈમોજી અને સ્ટિકર્સ જેવા ઘણા ફીચર્સનો પ્રયોગ કરતા હશો પરંતુ આજે અમે તમને કેટલાક એવા ખુફિયા ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

ચેટિંગને બનાવો મજેદાર

1/5
image

ચેટિંગ કરતા સમયે પોતાના શબ્દો પર વધારે ભાર મૂકવા માટે તમે તેને બોલ્ડ, ઈટૈલિક્સ અથવા સ્ટ્રાઈક પણ કરી શકો છો. બોલ્ડ કરવા માટે પોતાના શબ્દોની આગળ અને પાછળ ‘*’ લગાવો. ઈટૈલિક્સ માટે આગળ અને પાછળ ‘_’નો ઉપયોગ કરો. પોતાના શબ્દોને તોડવા કે સ્ટ્રાઈક કરવા માટે ‘~’ સાઈનને શબ્દોની આગળ-પાછળ લગાવો.

કોઈને ખબર નહીં પડે કે, તમે મેસેજ વાંચ્યો છે કે નહીં

2/5
image

જો તમે ઈચ્છતા હોવ કે, કે તમે બીજાના મેસેજ વાંચો અને તેને ખબર ન પડે, તો તમે બ્લૂ ટીકવાળો ઓપ્શન એટલે કે રીડિંગ રીસીટ્સ બંધ કરી શકો છો. સેટિંગ્સમાં જાવ, અકાઉન્ટ પર ક્લિક કરો અને પ્રાઈવેસીમાં જાવ. રીડિંગ રીસીટ્સના ઓપ્શનમાં જઈને ઓપ્શનને બંધ કરી શકો છો. નોંધનીય છે કે, આ ઓપશન બંધ કરવાથી તમે પણ કોઈની બ્લૂ ટિક નહીં જોઈ શકો.

લાઈવ લોકેશન કરો શેર

3/5
image

જો તમે કોઈના ઘરે જવા માગતા હોવ અને રસ્તો ન શોધી શકતા હોવ, તો તેને વોટ્સએપમાંથી પોતાની લાઈવ લોકેશન મોકલી શકો છો. ચેટ વિન્ડોમાં નીચે આપેલા મેનૂ પર ક્લિક કરો અને પછી ગ્રીન રંગના લોકેશન આઈકન પર ક્લીક કરો. આમ કરવાથી તમને લાઈવ લોકેશન શેર કરવાનો ઓપ્શન દેખાશે.

કોઈ નહીં જોઈ શકે, તમે ક્યારે ઓનલાઈન હતા

4/5
image

વોટ્સએપ પર સેટિંગ્સમાં જઈને એકાઉન્ટ્સ અને પછી પ્રાઈવેસી પર ક્લીક કરો. અહીં તમને ‘લાસ્ટ સીન‘ છુપાવવાનો ઓપ્શન દેખાશે. તમે ઈચ્છો તો બધાને બતાવી શકો છો કે તમે છેલ્લે ક્યારે ઓનલાઈન થયા હતા. માત્ર પોતાના કોન્ટેક્ટ્સ માટે આ ઓપ્શનને ઓન રાખી શકો છો અને બાકીના બધા માટે લાસ્ટ સીનનો ઓપશન બંધ રાખી શકો છો. ધ્યાન રાખો કે, બધા માટે લાસ્ટ સીન ઓફ કરવાથી તમે પણ કોઈનો લાસ્ટ સીન નહીં જોઈ શકો.

લોકોને બ્લોક કરી શકો છો

5/5
image

જો તમે કોઈની સાથે વોટ્સએપ પર વાત ન કરવા માગતા હોવ, તો તમે તેને બ્લોક કરી શકો છો. જે કોન્ટેક્ટને તમે બ્લોક કરવા માગતા હોવ, તેની ચેટ ખોલો, સૌથી ઉપર આપેલા ત્રણ ડૉટ્સ પર ક્લીક કરો અને ‘મોર’ ઓપ્શન પર જાવ. ત્યાં તમને બીજો ઓપ્શન બ્લોકનો મળશે.