તમારા આધાર કાર્ડનો ક્યાં અને કેટલી વાર ઉપયોગ થયો છે? ઘરે બેઠાં કરો આ અંગેની તપાસ
દેશમાં દરેક જરૂરિયાતના સમયે અને ઓળખ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આજે તે સૌથી મહત્વપૂર્ણ અને ઓળખના પુરાવાઓમાંનું એક છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં વારંવાર પ્રશ્ન ઉદ્ભવે છે કે તેમના આધારનો ઉપયોગ પૈસાની લેવડ-દેવડ સંબંધિત કામ માટે કેટલી વાર થયો છે?
નવી દિલ્હીઃ દેશમાં દરેક જરૂરિયાતના સમયે અને ઓળખ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આજે તે સૌથી મહત્વપૂર્ણ અને ઓળખના પુરાવાઓમાંનું એક છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં વારંવાર પ્રશ્ન ઉદ્ભવે છે કે તેમના આધારનો ઉપયોગ પૈસાની લેવડ-દેવડ સંબંધિત કામ માટે કેટલી વાર થયો છે? તો અમે તમને જણાવી દઈએ કે UIDAI ની વેબસાઈટ પર 'Aadhaar Authentication History' સર્વિસ થકી આધાર કાર્ડ ધારકો જાણી શકે છે કે તેમના કાર્ડનો આવો ઉપયોગ ક્યારે થયો હતો. સાઇટ પર, તમે તમારા આધાર કાર્ડનું છેલ્લા 6 મહિનાનું એકાઉન્ટ એક જ ક્ષણમાં મેળવી શકો છો.
Step-1
UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in પર આધાર પ્રમાણીકરણ ઇતિહાસ વિકલ્પ થકી, તમે તમારા આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનાનો ઇતિહાસ ઘરે બેઠા જોઈ શકો છો.
Step-2
આ માટે તમારે પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જવું પડશે અને 'My Aadhar' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
Step-3
આગળ વધવા પર, આધાર સેવા વિભાગ ખુલશે, જેમાં 'આધાર પ્રમાણીકરણ ઇતિહાસ'ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે તમારો આધાર નંબર અને આપેલ કેપ્ચા ઇમેજ ભરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર મેસેજના રૂપમાં એક OTP આવશે.
Step-4
OTP ભર્યા પછી, તમને 2 વિકલ્પો મળશે. આમાં એક 'ઓથેન્ટિકેશન ટાઈપ' જેમાં બાયોમેટ્રિક વગેરેની વિગતો જોવા મળશે. આ દરમિયાન બીજો વિકલ્પ 'ડેટા રેન્જ'નો હશે. આ હેઠળ, ચૌક્કસ તારીખથી બીજી નિશ્ચિત તારીખ વચ્ચે માહિતી મળશે
Step-5
તેથી અંતે, તમે તમારી નિશ્ચિત સમયમર્યાદા ભરીને તમારા આધારના ઉપયોગથી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.
Trending Photos