લીલી, લાલ, કાળી કે ગોલ્ડન, કઈ કિસમિસમાં છે સૌથી વધુ તાકાત, જાણો
Dry Fruit: દ્વાક્ષને સૂકવી કિસમિસ તૈયાર કરવામાં આવે છે. તે ન માત્ર સ્વાદ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. કિસમિસમાં વિટામિન, મિનરલ અને ફાઇબર ભરપૂર હોય છે. તેને સુપરફૂડ કહેવામાં આવે છે. સ્વીટ અને નમકીન બંને પ્રકારના વ્યંજનોને તૈયાર કરવામાં કિસમિસનો પ્રયોગ કરવામાં આવે છે. ઘણા કલરની કિસમિસ બજારમાં મળે છે, તો આવો જાણીએ કઈ કિસમિસ વધુ ફાયદાકારક છે.
ગોલ્ડન કિસમિસમાં ફાઇબર, પોટેશિયમ અને આયરન હોય છે. ભારતમાં સૌથી વધુ તેનો ઉપયોગ થાય છે. આ કિસમિસમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે. આ કિસમિસનું સેવન કરવાથી શરીરને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. તેના સેવનથી કબજીયાતથી છુટકારો મળે છે અને શરીરની ઉર્જા વધે છે.
લીલી કિસમિસ રસદાર અને કોમળ હોય છે. આ સિવાય તે પાતળી અને લાંબી હોય છે. લીલી કિસમિસમાં ફાઇબર, વિટામિન અને ખનિજ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. તેને આયરનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. લીલી કિસમિસના સેવનથી કોલેસ્ટ્રોલ પર પણ નિયંત્રણ મેળવી શકાય છે. તે હાર્ટની બીમારીના ખતરાને ઘટાડે છે.
કાળી કિસમિસથી શરીરને ફાઇબર, આયરન અને પોટેશિયમ જેવા તત્વો મળે છે. કાળી કિસમિસથી આંતરડાના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. કાળી કિસમિસ ખાવાથી ગુડ બેક્ટીરિયા વધે છે. આ સિવાય કાળી કિસમિસમાં આયરનની ભરપૂર માત્રા હોય છે. જેનાથી વાળનો ગ્રોથ થાય છે.
લાલ કિસમિસ ખાવામાં સ્વાદિષ્ટ અને દેખાવમાં મુલાયમ હોય છે. આ કિસમિસને પ્લેન કિસમિસ પણ કહેવામાં આવે છે. આ કિસમિસ લાલ દ્વાક્ષથી બને છે. તે એન્ટીઓક્સીડેન્ટની ખાણ હોય છે. આ સિવાય તેમાં વિટામિન સી પણ હોય છે. લાલ કિસમિસથી કેવિટી અને પેઢાની બીમારી પર કાબૂ મેળવી શકાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos