ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે તોડ્યું ટીમ ઈન્ડિયાનું સપનું, નામ પાછળ પણ અનોખું રહસ્ય

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) ની વચ્ચે કાનપુર (Kanpur) માં રમાયેલી ટેસ્ટ મેચમાં દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે એક એવા ક્રિકેટરે મહેફિલ લૂંટી લીધી છે જેણે ગ્રીન પાર્ક (Green Park) માં પોતાનું ડેબ્યૂ કર્યું છે. અમે વાત કરી રહ્યા છે રચિન રવિન્દ્ર (Rachin Ravindra) ની જેણે તેની શાનદાર રમતથી મેચ ડ્રો કરી હતી.

Nov 30, 2021, 01:03 PM IST
1/6

રચિન રવિન્દ્રએ તોડ્યું ટીમ ઇન્ડિયાનું સપનું

રચિન રવિન્દ્રએ તોડ્યું ટીમ ઇન્ડિયાનું સપનું

રચિન રવિન્દ્ર (Rachin Ravindra) એ અજાઝ પટેલ (Ajaz Patel) સાથે મળીને સંયમ સાથે રમત દેખાળી અને 10 મી વિકેટ બચાવી રાખી. રચિને 91 બોલમાં 18* રન અને અજાઝે 23 બોલ પર 2* રન બનાવ્યા. આ ઇનિંગ માટે રચિનની ચારે તરફથી પ્રસંશા થઈ રહી છે. આ બંનેએ છેલ્લા 52 બોલનો સામનો કર્યો અને ભારતને મેચ જીતવા દીધી નહીં.

2/6

ભારત સાથે રચિન રવિન્દ્રનો સંબંધ

ભારત સાથે રચિન રવિન્દ્રનો સંબંધ

રચિન રવિન્દ્ર (Rachin Ravindra) મૂળ ભારતીય છે. તેનો જન્મ 18 નવેમ્બર 1999 ના રોજ વેલિન્ગટન (Wellington) માં થયો હતો. તેના પિતા રવિ કૃષ્ણમૂર્તિ (Ravi Krishnamurthy) બેંગલુરૂ (Bengaluru) સાથે સંબંધ ધરાવે છે. જે વ્યવસાયે રોફ્ટવેર સિસ્ટમ આર્કિટેક્ટ છે. તેની માતાનું નામ દીપા કૃષ્ણમૂર્તિ (Deepa Krishnamurthy) છે.

3/6

હાલમાં જ કર્યું ઇન્ટરનેશનલ ડેબ્યૂ

હાલમાં જ કર્યું ઇન્ટરનેશનલ ડેબ્યૂ

રચિન રવિન્દ્ર (Rachin Ravindra) એ 1 સપ્ટેમ્બર 2021 ના બાંગ્લાદેશ (Bangladesh) વિરૂદ્ધ ઢાકા (Dhaka) માં ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રચિનનું સિલેક્શન પાકિસ્તાન સામે વનડે સીરિઝ માટે થયું હતું, પરંતુ ટૂર કેન્સલ થવાને કારણે તે વનડે કરિયરની શરૂઆત કરી શક્યો નહીં.

4/6

2 વખત U-19 WC ટીમનો ભાગ

2 વખત U-19 WC ટીમનો ભાગ

રચિન રવિન્દ્ર (Rachin Ravindra) વર્ષ 2016 અને 2018 માં આઇસીસી અંડર 19 વર્લ્ડ કપ (ICC Under-19 Cricket World Cup) દરમિયાન ન્યૂઝીલેન્ડ (New Zealand) સ્ક્વોર્ડનો ભાગ હતો.

5/6

રચિનના નામમાં છૂપાયેલું રહસ્ય

રચિનના નામમાં છૂપાયેલું રહસ્ય

રચિનના નામની ખાસિયત એ છે કે, તે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) બંનેના નામને ભેગું કરી બનાવવામાં આવ્યું છે. તેમાં રાહુલના નામમાંથી 'Ra' અને સચિનના નામમાંથી 'Chin' લેવામાં આવ્યું છે.

6/6

આ હસીનાને કરે છે પ્રેમ

આ હસીનાને કરે છે પ્રેમ

રચિન રવિન્દ્ર (Rachin Ravindra) એક હસીનાના ઇશ્કમાં ગિરફ્તાર છે. તેની ગર્લફ્રેન્ડનું નામ પ્રેમિલા મોરાર (Premila Morar) છે. તે જોવામાં ઘણી ગ્લેમરસ છે. પ્રેમિલા ઓકલેન્ડ (Auckland) ની નજીક આવેલા નાના શહેર પુકેકોહે ઇસ્ટ (Pukekohe East) માં રહે છે. તે ઉંમરમાં રચિન કરતા એક વર્ષ નાની છે.