psi

અમદાવાદમાં રક્ષક બન્યો ભક્ષક, PSI ના ત્રાસથી સ્યુસાઈટ નોટ લખી એક વ્યક્તિએ કર્યો આપઘાત

આમ તો પોલીસને પ્રજાની રક્ષક કહેવાય છે. જો કે, આ રક્ષક જ્યારે ભક્ષક બની જાય તો શું? પ્રજાની સેવા કરવાનો હંમેશા જેનો ઉદ્દેશ હોય છે એવા જ પોલીસ કર્મચારીના ત્રાસથી શહેરના ગીતા મંદિર વિસ્તારમાં એક વ્યક્તિને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે

Sep 15, 2021, 09:08 PM IST

મહેસાણામાં PSIની બંદૂકથી અચાનક ગોળી છૂટી ગઈ અને પત્નીને વાગી! જાણો પછી શું થયું?

મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Sep 8, 2021, 01:51 PM IST

વસ્ત્રાપુર લૂંટ: PSI એ સરકારી સ્વભાવ છોડ્યો અને 2 કરોડ રૂપિયા બચી ગયા

* વસ્ત્રાપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટતા બચ્યો
* બપોરે 3:30 વાગ્યાના સમયે વસ્ત્રાપુર તળાવ નજીકનો બનાવ
* ₹ 2 કરોડ બેન્ક માંથી આંગડીયા પેઢીના કર્મચારીએ ઉપડ્યા હતા
* લૂંટારુંએ આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી
* ગ્રો મોર નામની પેઢીનો કર્મચારી લૂંટતા બચ્યો
* પોલીસ અને કર્મચારીએ હિંમત દાખવી લૂંટારુંને ઝડપી પાડ્યો

Jul 26, 2021, 09:18 PM IST

અમદાવાદના પોલીસ સ્ટેશનમાં PI,PSI સહિત 16 પોલીસ કર્મી એક સાથે સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી ઉઠશો

શહેરના પોલીસ બેડામાં જવલ્લેજ બને તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI,PSI સહિત કુલ 16 ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં પીએસઆઇ તે તેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. જો કે, મનપસંદ જીમખાના પ્રકરણમાં ખુબ જ મોટી રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ડીજીપી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Jul 15, 2021, 11:52 PM IST

જામનગર પોલીસબેડામાં ટોકિંગ પોઈન્ટ બન્યો મહિલા PSI નો લાંચ લેવાનો કિસ્સો

  • એક જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જામનગર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હતી
  • પી.એસ.આઇ ઉમા ભટ્ટ વતી રૂપિયા 5 હજારની લાંચ લેતા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા પકડાયા 

Jun 26, 2021, 02:52 PM IST

AHMEDABAD: એકાંત માણતા વેપારીઓ પાસેથી PI અને PSI પડાવતા પૈસા, ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ

વેપારીઓને ટાર્ગેટ કરીને મિત્રતા કેળવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગ સાથે PI ની સંડોવણી સામે આવ્યા બાદ વધારે એક PSI ની સંડોવણી પણ બહાર આવી છે. આ ગેંગમાં અત્યાર સુધી મહિલા PI સહિત કુલ 8 લોકોની ધરપકડ થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. આ કાંડમાં હવે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વનાં PSI જે.કે બ્રહ્મભટ્ટ પણ આ હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 

Jun 13, 2021, 11:52 PM IST

ઉનામાં DGP ની હાજરીમાં બે જુથો વચ્ચે લોહીયાળ જંગ, SP,ASP,PSI સહિત 4 પોલીસ કર્મચારી ઘાયલ

રાજ્યનાં પોલીસવડા રવિવારે ઉના તાલુકાની મુલાકાતે હતા. તેમની મુલાકાત પુર્ણ થયાના 1 કલાક બાદ નવાબંદરમાં જૂથ અથડામણની ઘટના બનતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એએસપી, એસપી સહિત 4 પોલીસ કર્મચારીઓ અને 10 લોકો ઘાયલ થતા સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.

May 24, 2021, 06:07 PM IST

પોલીસ અને ચીકલીગર ગેંગ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા, PSI નો ચમત્કારિક, 5ની ધરપકડ

આ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

May 14, 2021, 02:57 PM IST

PHOTOS: કોણ છે આ લેડી સિંઘમ? જેમનો સ્ટાઈલિશ અંદાજ જોઈને ભલભલા પાણી પાણી થઈ જાય છે

ઈન્સ્ટાગ્રામ પર હાલ લોકો પોતાની લોકપ્રિયતા માટે અનેક પ્રકારના ધમપછાડા કરતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને લોકપ્રિયતા માટે કોઈ ગતકડા કરવાની જરૂર પડતી નથી. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થનારી અનેક પોસ્ટ અને વીડિયોમાં એક નામ જરૂર સામે આવે છે. 

May 12, 2021, 06:40 AM IST

મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલ સટ્ટોડિયાને મદદ કરવાના કેસમાં IB ના PSI ની સંડોવણી, ધરપકડ બાદ જામીન પર મુક્ત

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે સટ્ટોડિયા ઝડપાયા બાદ નવો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસે સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હતા

May 4, 2021, 10:10 PM IST

ગુજરાતમાં નકલી પોલીસની આખી ફોજ ! કોન્સ્ટેબલ, PSI, PI અને Dy.SP બાદ હવે નકલી IPS મળી આવતા ચકચાર

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આઇપીએસ તરીકેની ઓળખ આપી રોફ જમાવતા બોગસ આઇ.પી.એસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં સબંધી સારવારમાં હોવાથી લાંબી કતારમાં ઉભુ ન રહેવું પડે તેના માટે બી.એસ.સી બાયો ટેક્નોલોજી સુધીનો અભ્યાસ કરેલા શખ્સે આઇ.પી.એસ તરીકેનું બોગસ આઇકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આ બોગસ આઇપીએસની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Apr 10, 2021, 10:40 PM IST

AHMEDABAD: PSI એ મહિલા કોન્સ્ટેબલને કહ્યું ગરમી નથી લાગતી? ચાલો બાજુની હોટલમાં જઇએ અને...

અમદાવાદ પોલીસ બેડામાં હાલ એક પ્રેમ પ્રકરણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને એક મહિલા કોન્સ્ટેબલનાં પ્રણય સંબઁધો ચર્ચાનો વિષય બન્યા છે. જેના કારણે ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હાલ પુરતા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. 

Apr 9, 2021, 05:17 PM IST

બાપુનગર PSI એ કહ્યું ચોરને બુટલેગરને પકડીશું તો અમારા હપ્તા કોણ આપશે? હપ્તા છેક CM સુધી જાય છે

રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર અટકાવવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ પોલીસ વિભાગની ભ્રષ્ટાચારની વધારે એક પોલ ખુલી ચુકી છે. પોલીસની ચોર અને બૂટલેગરો સાથેની મિલીભગત ફરી એકવાર સામે આવી ચુકી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા વેપારીની ડેકોરેશનની દુકાન બહાર એક વ્યક્તિ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા માટે આવ્યો હતો. વેપારીએ સીસીટીવી ફૂટેજમાં ચોરને જોઇ જતા તેને ઝડપી લીધો હતો. ચોરને પકડીને બાપુનગર પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને ફરિયાદ નોંધીશું કહીને ઘરે મોકલી દીધા હતા. 

Mar 25, 2021, 05:17 PM IST

દમદાટી કરતા જતા જ ખુલ્લી પડી નકલી PSI ની પોલ, નીકળ્યો સિક્યુરિટી ગાર્ડ

પોલીસ સબ ઇન્સપેક્ટર (Police Sub Inspector) બનવાનું સપનું પૂરૂં ન થતા એક યુવક નકલી પીએસઆઇ (PSI) બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ (Fake PSI) અસલી પોલીસના હાથે ઝડપાયો છે

Mar 24, 2021, 07:29 PM IST

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય? ભરતી બહાર પડી કે ફેક ન્યૂઝ છે?

લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. વિકાસ સહાય દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. 

Mar 12, 2021, 08:17 PM IST

મહિલાની PSI ને ધમકી: માસ્ક તો નહી જ પહેરું તમારા બધાના પટ્ટા ઉતરાવી દઇશ

શહેરનાં ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન એક મહિલાએ પોલીસ સાથે રકઝક કરી હતી. આ બાબત એટલી ઉગ્ર બની ગઇ કે મહિલાએ પોલીસને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આખરે પોલીસ દ્વારા તે મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માસ્ક બાબતે નાગરિકો અને પોલીસ વચ્ચે રકઝકનાં કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જો કે પોલીસ દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતીમાં માસ્ક બાબતે ખુબ જ સરાહનીય કામગીરી થઇ રહી છે. 

Jan 11, 2021, 06:36 PM IST

માસ્ક કે દંડ કી બાત કી તો કાટ ડાલુંગા, મુસ્તુફાએ PSI ની કોલર પકડી લીધી અને...

શાહપુર અને દરિયાપુર સહિતનાં વિસ્તારો અનેક વખત વારંવાર માસ્ક હોય કે કોઇ અન્ય મુદ્દે પોલીસ સાથે ઘર્ષણના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.

Jan 3, 2021, 04:26 PM IST

પૂર્વ MPને માસ્ક બાબતે તમાચો ઝિંકતા કોંગ્રેસના ધરણા, પીએસઆઇને સસ્પેંડ કરવાની માંગ

જોકે સમગ્ર મામલે પોલીસ કમિશનર એચડી બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને એસીપી અલ્પેશ રાજગોર ને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.

Dec 31, 2020, 05:46 PM IST

અમદાવાદ: PSI એ એક યુવતીને હોટલમાં બોલાવી કહ્યું તારો ફુલ બોડી ચેકઅપ કરવું પડશે અને પછી...

ક્રાઇમબ્રાન્ચ દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. 

Dec 10, 2020, 05:35 PM IST

વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળ્યા, બાબુ શેખના હોવાની શક્યતા

  • થોડા દિવસ અગાઉ સીઆઈડીની ટીમે બાબુ શેખનો મૃતદેહ શોધવા આખી કેનાલ ખાલી કરાવી હતી.
  • એફએસએલના રિપોર્ટ બાદ જ આ કંકાલ બાબુ શેખના છે કે નહિ તે સ્પષ્ટ થશે

Nov 12, 2020, 12:12 PM IST