PUSHPA નો ખભો વાંકો જ કેમ રહે છે? અલ્લુ અર્જુને પોતે જ બીજો ભાગ આવે તે પહેલા કહ્યું કારણ...

- PUSHPA ફિલ્મમાં અલ્લુ અર્જુનનો એક ખભો હંમેશા વાંકો કેમ રહે છે? કારણ બીજો ભાગ આવે તે પહેલા અહીં જાણી લો

1/10
image

અમદાવાદ : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun)ની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા(Pushpa) કોરોના વચ્ચે પણ સિલ્વર સ્ક્રીન પર બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. 

2/10
image

જો કે આ ફિલ્મ કેટલાક વિવાદોમાં પણ રહી હતી અને નિર્માતાઓએ ફિલ્મની રજૂઆત પછી તેના કેટલાક દ્રશ્યો દૂર કરવા પડ્યા હતા. હવે ફિલ્મના નિર્માતાઓએ દર્શકોને એક ખાસ ભેટ આપી છે. ફિલ્મ નિર્દેશકે આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ સીન પણ ખુબ જ વખણાઇ રહ્યો છે. 

3/10
image

આ સીનને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સીન હિન્દીમાં છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) સ્ટારર ડાયરેક્ટર સુકુમાર(Sukumar)ની ફિલ્મ પુષ્પાના આ ડિલીટ કરેલા સીનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી રહ્યો છે.તમે પણ જોઈ લો.

4/10
image

અત્રે નોંધનીય છે કે, આ ફિલ્મ હિટ થયા બાદ દર્શકોના મનમાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. જેમ કે પુષ્પાનું હીરોનું પાત્ર લોકોના માનસપટ પર અમિટ છાપ છોડી ચુક્યું છે. કોઇ પણ વ્યક્તિ ગમે તેટલો નાનો હોય પરંતુ જો તેની ઇચ્છા શક્તિ હોય તો તે શું નથી બની સકતો તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. 

5/10
image

આ ફિલ્મમાં પુષ્પાનો એક ખભો વાંકો હોય તેવું કેમ દર્શાવાયું છે. આ અંગે ફિલ્મમાં પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. શું આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે. પુષ્પાની અકડ દેખાડવા માટે તેની પગ પર પગ ચડાવીને બેસવાની આદત તેની અકડનું પ્રતિક છે. એ સામાન્ય જનમાનસને સમજમાં આવે છે. પરંતુ ખભા અંગેનું કોઇ કારણ મળતું નથી. 

6/10
image

જો કે પુષ્પાનો ખભો વાંકો રહેવાનું કારણે જણાવતા તેના ડિરેક્ટર સુકુમારે જણાવ્યું કે, અલ્લુ અર્જુનની તેઓ એક જુની મુવી જોઇ રહ્યા હતા. ત્યારે એક ફાઇટ સીન દરમિયાન કુદરતી રીતે જ તેનો ખભો વાંકો થઇ જાય છે. ત્યારે તેનો લુક સૌથી વધારે અપીલીંગ લાગે છે. આ અપીલીંગ લુક સમગ્ર ફિલ્મમાં જળવાઇ રહે તે માટે તેમણે આ પ્રયોગ કર્યો હતો. જે સફળ રહ્યો હતો. 

7/10
image

અત્રે નોંધનીય છે કે, આ અંગે અલ્લુ અર્જુને કહ્યું કે, જ્યારે તેને ખભો આ રીતે રાખવાનું કહેવામાં આવતા તેણે પ્રયાસ કર્યો હતો. જો કે તેને જે ખભો નીચે નમાવીને રાખવાનો હતો તે ખભામાં ઓપરેશન થયેલું છે. આ પ્રકારે ખભો રાખવાના કારણે તેને શુટિંગ બાદ પણ ખુબ જ દુખાવો થતો હતો. ફિલ્મનું શુટિંગ પુર્ણ થયે 2 વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતા પણ આજે પણ તેને ઘણી વખત ખભામાં દુખાવો થાય છે. 

8/10
image

સાઉથ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) સ્ટારર ફિલ્મ પુષ્પા થિયેટર્સમાં બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને માત્ર 2 અઠવાડિયામાં જ 300 કરોડનો આંકડો પાર કરી લીધો. અલ્લુ અર્જુન-રશ્મિકા મંડન્ના અભિનીત આ સમગ્ર ભારતમાં રિલીઝ થયેલી ફિલ્મ હતી.

9/10
image

જેને નિર્માતાઓએ દેશભરમાં મોટા પાયે રિલીઝ કરી છે. ફિલ્મના બિઝનેસની વાત કરીએ તો વિદેશોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. જેના કારણે આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

10/10
image

હિન્દી સિનેમાઘરોમાં પણ અલ્લુ અર્જુનની ફિલ્મ દર્શકોને થિયેટરો સુધી ખેંચવામાં સફળ રહી છે. આ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર પણ લગભગ 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે કમાણીના મામલે સત્યમેવ જયતે, લાસ્ટ તક જેવી મોટી બોલિવૂડ ફિલ્મોને માત આપી છે.