PHOTOS: આ બંદૂકો મેદાન-એ-જંગમાં ભારતીય સેનાના જાંબાઝ જવાનોને અપાવે છે જીત

દેશ આઝાદ થયા બાદ કેટલાય યુદ્ધ થયા આઝાદીની શરૂઆતમાં ઓછા જવાનો અને સારા હથિયારો ના હોવાના કારણે કેટલાય જવાનોને શહીદી વહોરવી પડી.એક એ સમય હતો કે હથિયારો ઓછા હતા અને આજે આ એક સમય છે કે ભારતીય જવાનો એરસ્ટ્રાઈક કરે છે. આજે આપણે જાણીશું કે આર્મી સહીતના દળો કઈ રાયફલનો ઉપયોગ કરે છે.

નિરજ ચોકસી, અમદાવાદઃ પુલવામામાં આત્મઘાતી હુમલા પછી ભારતે એર સ્ટ્રાઈક કરી.એર સ્ટ્રાઈકમાં ખાસ મીસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ હુમલા પછી દુશ્મનો સામે ભારતીય સુરક્ષા બળ કયા હથિયારોનો ઉપયોગ કરે છે તેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે.શક્તિશાળી સેના દળોમાં ભારતીય સેનાનો ચોથો નંબર આવે છે.સેના દેશના દુશ્મનોને ઠાર કરવા માટે ખતરનાક રાયફલોનો ઉપયોગ કરે છે તેમાંથી 10 રાફયફલ વિશે જાણીએ.






 

NSV હેવી મશીન ગન

1/10
image

આ ગનનું મોર્ડલ રૂસમાં તૌયાર કરવામાં આવ્યું છે.આ ગનનું નિર્ણાણ તિરૂચિરાપલ્લીના આયુદ્ધ કારખાનામાં કરવામાં આવે છે.આ ગન 1500 મીટર  ઉપર ઉડતા હેલીકોપ્ટર અને લડાકુ વિમાનો પર હુમલો કરી શકે છે.12.7*108MM કારતૂસ ઉપયોગમાં લેવામાં આવે છે.આ ગન 700-800 રાઉન્ડ પ્રતિ મિનિટથી ફાયરિંગ કરી શકે છે.

એસએએફ કાર્બાઈન 2એ 1સબ મશીન ગન

2/10
image

આ ગનને સાયલન્સ ગન માનવામાં આવે છે.ફયરિંગ દરમિયાન આ ગનનો અવાજ ઓછો થઈ જાય છે.આ ગનના બેરલમાં સાયલેન્સર લગાવવામાં આવે છે જેથી તેનો અવાજ ઓછો આવે છે.કાનપુરમાં આવેલી ઓર્ડિનેસ ફેક્ટરીમાં આ ગનનું નિર્માણ કરવામાં આવે છે.આ ગન વજનમાં ખૂબ હલકી હોય છે.આ ગનથી ઓટોમેટીક ફાયરિંગ કરી શકાય છે.આ પ્રતિ મિનિટ 150 રાઉન્ડનું ફાયરિંગ કરી શકે છે.આતંકવાદી હુમલા સામે લડવા વિશેષ દળ આ ગનનો ઉપયોગ કરે છે.ભારતીય સેના અને ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અથવા MARCOS આ મશીન ગનનો ઉપયોગ કરે છે.  

માઉઝર એસપી 66 સ્નાઈપર રાયફલ

3/10
image

માઉઝર એસપી 66 સ્નાઈપર રાયફલનું નિર્માણ જર્મનીમાં થાય છે.બોલ્ટ-એક્શન સ્નાઈપર રાયફલ છે.આ રાયફલ 7.6.215MM NATO રાઉન્ડ સુધી મારી શકે છે.800 મીટર સુધીના અંતર સુધીની છે આ રાયફલની રેન્જ.ભારતીય સેના અને સ્પેશ્યલ આમ્ડ ફોર્સ આ રાયફલનો ઉપયોગ કરે છે.  

આઈ.એમ.આઈ ગેલિલ 7.62 સ્નાઈપર રાયફલ

4/10
image

ગૈલિલ ઈઝરાયલ મિલેટ્રી ઈન્ડસ્ટ્રીઝ(IMI) આ રાયફલનું નિર્માણ કરે છે.આ રાયફલમાં 7.62*51MM NATO કારતૂસનો ઉપયોગ કરવામાં આવે છે.આ રાયફલમાં 20 રાઉન્ડની મેગ્જીન લાગે છે.આ રાયફલનો ઉપયોગ 25 દેશોથી વધુ આર્મીમાં ઉપયોગ કરવામાં આવે છે.ખાસ કરીને ભારતીયસેનામાં મોટા ભાગે આ રાયફલનો ઉપયોગ કરવામાં આવે છે.  

ડ્રેગ્નોવ એસવીટી 59 સ્નાઈપર રાયફલ

5/10
image

ડ્રેગ્નોવ એસવીડી 59 સ્નાઈપર રાયફલનો ઉપયોગ ખતરનાક દુશ્મનો સાથે લડવામાં કરવામાં આવે છે.આ સોવિયત મૂળની રાયફલનો પ્રથમ વખત શીત યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ રાયફલમાં 7.62*54 MMની કારતૂસ વાપરવામાં આવે છે.આ રાયફલમાં 10 રાઉન્ડની મેગ્જીન લાગે છે.આ 800-900 મીટરના અંતરમાં દુશ્મનોને ઠાર કરી દે છે.સેનાને આધુનિક કરવા માટે આ શસ્ત્રને સેનામાં આપવામાં આવ્યું.  

વિધ્વંસક એન્ટી મટિરિયલ રાયફલ

6/10
image

વિધ્વંસક એન્ટી મટિરિયલ રાયફલ વિદેશમાં નિર્મામ પામેલી છે.આ રાયફલનો ઉપયોગ સૌથી વધુ સીમા સુરક્ષાબળના જવાન કરે છે.આ રાયફલનું નિર્માણ ઓર્ડિનેસ ફેક્ટરી તિરૂચિરાપલ્લીમાં કરવામાં આવે છે.આ રાયફલને દુશ્મનોના બંકર,વાહન,રડાર સિસ્ટમ,સંચાર સાધન અને એરક્રાફ્ટને નિશાનો બનાવવા માટે કરવામાં આવે છે.આ રાયફલ 1800 મીટરની રેન્જ ધરાવે છે.  

AKM અસાલ્ટ રાયફલ

7/10
image

AKM અસાલ્ટ રાયફલની ટેકનીક રૂસની છે.આ રાયફલપ્રતિ મિનિટ 600 રાઉન્ડ ફાયરિંગ કરે છે.આ રાયફલના સેમી અને ફૂલી ઓટોમેટિકવર્ઝન પણ છે.આ રાફલનો ઉપયોગ સેના,અર્ધસેનાબળ,  

એકે-203 રાયફલ

8/10
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેઠીમાં આધુનિક ફ્લાશનિકોવ-203 રાયફલના નિર્માણ માટે બનેલી ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું.એકે-203 રાયફલનો ઉપયોગ આતંકિઓ અને નક્સલિયોનો સામનો કરવામાટે થશે.આ રાયફલ ઈંસાસ રાયફલની જગ્યા લેશે.એકે-203 રાયફલ,રૂસની કંપની સાથે મળી ભારતમાં જ બનાવવામાં આવશે.AK-203 રાયફલ AK-47 સીરીઝનું જ એડવાન્સ વર્ઝન છે.આ રાયફલની મેગ્જીનમાં 30ગોળીઓ આવશે.આ રાયફલ ઈંસાસની હરીફાઈમાં ખૂબ હલકી અને નાની છે.ઈંસાસ એક સેકન્ડમાં 10 ગોળીઓ મારી શકાશે.એક મિનિટમાં 600 ગોળીઓ મારી શકાશે.  

ઈંસાસ રાઈફલ

9/10
image

ઈંસાસ રાઈફલનો ઉપયોગ આર્મીની સાથે અન્ય શસ્ત્રબળ પણ કરે છે.આ રાઈફલનું પુરુ નામ ઈન્ડિયન સ્મોલ આર્મ સિસ્ટમ છે.આ રાઈફલનું કૈલીવર 5.56MMનું હોય છે.આ રાઈફલની ડિઝાઈન AK-47 જેવી જ બનાવવામાં આવી છે.આ રાઈફલને સૌથી પહેલા 1998માં ગણતંત્ર દિવસ પર લોન્ચ કરવામાં આવી.1999ના કાર્ગીલ યુદ્ધમાં સૌપ્રથમ આ રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જો કે ઈંસાસ રાઈફલનું ઉત્પાદન 1997માં જ શરૂ થઈ ગયું હતું.આ રાઈફલની રિફ્વાયલ એનર્જી ઓછી હોવાથી હેન્ડલીંગ અને ફાયરિંગ કરવામાં આાસાની રહે છે.અન્ય રાયફલોની તુલનામાં આ રાયફલ હલકી પણ છે.  

પિસ્તલ ઓટો 9MM 1A

10/10
image

પિસ્તલ ઓટો 9MM 1A ગન ભારતીય સેનાના શસ્ત્રબળોમાં સૌથી વધુ વપરાય છે.આ ગનનો ઉપયોગ ભારતીય સેના,કેન્દ્રીય શસ્ત્રપોલીસ અને રાજ્ય પોલીસ કરે છે.આ પિસ્તલ સેમી ઓટોમેટીક અને સેલ્ફ લોડિંગ પિસ્તોલ હોય છે જેમાં 9/19MMની ગોળી વાપરવામાં આવે છે.આ પિસ્તલની મેગજીનમાં 13 રાઉન્ડ ગોળી ચલાવવાની ક્ષમતા હોય છે.આ પિસ્તલનું ઉત્પાદન રાઈફલ ફેક્ટરી ઈશાપુરમાં થાય છે.