બોયફ્રેન્ડની અજીબોગરીબ 'સ્લીપ સેક્સ' બીમારીથી યુવતીની હાલત ખરાબ થઈ ગઈ, જાણો શું છે આ 'sexsomnia'

યુવતીએ જણાવ્યું કે અમારો સંબંધ કમાલનો હતો, માનસિક અને શારીરિક રીતે અમે બંને એકબીજા માટે પરફેક્ટ હતા, પરંતુ ગત મહિનાથી એવું થઈ રહ્યું છે કે હું પરેશાન છું. 

લિવ ઈન રિલેશનશીપમાં રહેતી એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડની અજીબોગરીબ સેક્સ્યુઅલ કન્ડિશનનો ખુલાસો કર્યો છે. સોશીયલ મીડિયા પર આ યુવતીએ સેક્સ એન્ડ રિલેશનશીપ એક્સપર્ટની પણ સલાહ માંગી છે અને કહ્યું છે કે તે પોતાની આ પરિસ્થિતિથી ખુબ પરેશાન છે.

લિવ ઈનમાં રહેવાનો નિર્ણય

1/5
image

યુવતીએ લખ્યું છે કે તે તેના બોયફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી રેલિશનશીપમાં છે. કોરોના મહામારી દરમિયાન તેની નોકરી જતી રહી. પરિવારના  લોકો બીમાર પડી ગયા અને તેની આંટીનું મોત થઈ ગયું. આ  બધી વાતોથી તે તૂટી ગયો હતો. ત્યારબાદ અમે સાથે રહેવાનું નક્કી કર્યું. છેલ્લા 4 મહિનાથી અમે લિવ ઈનમાં રહીએ છીએ. 

બદલાયેલું છે સેક્સ્યુઅલ બિહેવિયર

2/5
image

યુવતીએ જણાવ્યું કે અમારો સંબંધ કમાલનો હતો, માનસિક અને શારીરિક રીતે અમે બંને એકબીજા માટે પરફેક્ટ હતા, પરંતુ ગત મહિનાથી એવું એવું થઈ રહ્યું છે કે હું પરેશાન છું. યુવતીએ તેના બોયફ્રેન્ડના બદલાયેલા સેક્સ્યુલ બિહેવિયર વિશે જણાવતા કહ્યું કે તેને sexsomnia ની બીમારી છે. આ બીમારીમાં દર્દી ઊંઘમાં જ સેક્સ કરે છે અને સવારે ઉઠીને કશું યાદ રહેતું નથી. યુવતીએ કહ્યું કે તેણે જ્યારે બોયફ્રેન્ડના બદલાયેલા બિહેવિયરને નોટિસ કર્યું તો તે અંગે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું. આ બીમારીને 'સ્લીપ સેક્સ' પણ કહે છે. 

કોઈ અસર નહીં

3/5
image

યુવતીએ એ પણ લખ્યું છે કે મે મારા બોયફ્રેન્ડને ખુબ સમજાવ્યો અને એમ પણ કહ્યું કે હું તેને છોડીને જતી રહીશ, પરંતુ તેની તેના પર કોઈ અસર થઈ નહીં. તેને એ પણ યાદ રહેતું નથી કે સૂતા પહેલા અમારી વચ્ચે શું વાત થઈ. તે ખુબ જલદી સૂઈ જાય છે અને તેનો sexsomnia જાગી જાય. ખુબ લડાઈ ઝઘડા બાદ અમે સેક્સ કરવાનું જ બંધ કરી દીધુ. 

અચાનક ઠીક થઈ ગયો 'સેક્સોમેનિયા'

4/5
image

યુવતીએ વધુમાં લખ્યું છે કે મે તેને કહ્યું કે જ્યાં સુધી તું ડોક્ટરનો સંપર્ક કરીને આ બીમારી વિશે નહીં જણાવે ત્યાં સુધી આપણી વચ્ચે ફિઝિકલ રિલેશનશીપ નહીં રહે. તેણે માફી માંગી અને કહ્યું કે તે ડોક્ટરને મળશે અને પોતાના પર કંટ્રોલ કરવાની કોશિશ કરશે. પરંતુ આ બધી વાત થયા બાદ પણ તેની આદત ન બદલાઈ અને તે ફરી સ્લીપ સેક્સ કરવા લાગ્યો. યુવતીએ જણાવ્યું કે તેણે ઈન્ટરનેટથી આ બીમારી વિશે જાણકારી મેલવી અને પોતાના બોયફ્રેન્ડના ડાયટમાં ફેરફારથી લઈને દારૂ પીવાની આદત અને સ્ટ્રેસને દૂર કરવાની કોશિશ કરી. ત્યારબાદ અચાનક એ દિવસ તેણે બ્રેકઅપની વાત કરી ત્યારે તે ચોંકી ગઈ કારણ કે બોયફ્રેન્ડનો sexsomnia અચાનક ઠીક થઈ ગયો. 

બીમારી સાચી હતી કે ખોટી?

5/5
image

હવે યુવતીને એ વાત પર વિશ્વાસ નથી થતો કે જે પહેલા થયું તે સાચું હતું કે ખોટું. યુવતીનું કહેવું છે કે મને સમજમાં નથી આવતું કે તેની બીમારી અસલી હતી કે નકલી. યુવતીએ લખ્યું છે કે હવે અમારી સેક્સ લાઈફ પણ પહેલા જેવી નથી, જ્યારથી તેનો sexsomnia ખતમ થયો છે. મને લાગે છે કે તેણે પોતાની રજામંદીથી શારીરિક સંબંધથી બચવા માટે મારી સાથે ખોટો 'સ્લીપ ડિસઓર્ડર'નું નાટક કર્યું. સૌથી મોટી વાત એ છે કે જ્યારથી મે તેને છોડવાની ધમકી આપી ત્યારથી તેની બીમારી ઠીક થઈ ગઈ. જ્યારે આ બીમારીમાં દર્દીને તો કશું યાદ રહેતું નથી. યુવતીએ આગળ લખ્યું છે કે 'એ વાત મને પરેશાન કરે છે. પરંતુ હું મારા બોયફ્રેન્ડને આ વાત કરતા ડરું છું. ક્યાંક તેને એવું ન લાગે કે હું તેના પર નકલી બીમારીનું બહાનું બનાવવાનો આરોપ લગાવી રહી છું. આ વાતોની મારી રિલેશનશીપ પર ખરાબ અસર પડી રહી છે.'