ચાર મહિના પહેલા જીવનસંગીની બનેલી મહિલા ક્રિકેટરોએ એક સાથે બેટિંગ કરી બનાવ્યો અનોખો રેકોર્ડ

આંતરરાષ્ટ્રિય ક્રિકેટની કોઈ પણ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત સમલૈંગિક જોડી મેદાનમાં ઉતરી છે. આ અગાઉ પણ ન્યુઝિલેન્ડની બે મહિલા ક્રિકેટર લગ્ન કરી ચૂકી છે. 

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં તમે અનેક જોડીદારોના કિસ્સા સાંભળ્યા હશે. મિત્રોની જોડી, ભાઈઓની જોડી અને પિતા-પુત્રની જોડી. અહીં આપને બે એવી મહિલા ક્રિકેટરોની જોડીની વાત જણાવીએ છીએ, જે રિયલ લાઈફમાં પણ લાઈફ પાર્ટનર છે. 

જુલાઈમાં લગ્નગ્રંથીથી જોડાઈ

1/8
image

આ મહિલા ક્રિકેટર છે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની કેપ્ટન ડેન વેન નીકર્ક અને તેની સાથીદાર બેટ્સમેન મેરિઝેન કેપ. આ બંને મહિલા ક્રિકેટરો જુલાઈમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં આ એકમાત્ર સમલૈંગિક જોડી છે. અત્યાર સુધી ક્રિકેટના મેદાનમાં એવું કોઈ કપલ ઉતર્યું નથી. 

પ્રથમ યુગલ

2/8
image

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા વિમેન્સ વર્લ્ડ ટી20 ચેમ્પિયનશિપમાં આ બંનેએ એકસાથે બેટિંગ કરીને એક નવો અને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 12 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. 

વિજયી ભાગીદારી

3/8
image

આ મેચમાં શ્રીલંકાએ પ્રથણ બેટિંગ કરતાં 8 વિકેટે 99 રન બનાવ્યાહતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્ય 18.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધું હતું. આ મેચમાં મેરિઝેન કેપ ત્રીજા નંબર બેટિંગ કરવા આવી હતી. ડી. વેન નીકર્ક ચોથા નંબરે ઉતરી હતી. બંનેએ ભેગામળીને ત્રીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. 

પ્રથમ વખત મેચમાં આવી જોડી

4/8
image

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં આ પ્રથમ જોડી છે, જે લગ્ન કર્યા બાદ મેદાનમાં રમવા ઉતરી હોય. આ મેચમાં વેન નીકર્કે 33 અને કેપે 38 રન બનાવ્યા હતા. 

ન્યૂઝિલેન્ડની જોડી

5/8
image

આમ જોઈએ તો ક્રિકેટની દુનિયામાં આ બીજી મહિલા જોડી છે, જેણે સમલૈંગિક લગ્ન કર્યા હોય. આ અગાઉ ન્યૂઝિલેન્ડની બે મહિલા ક્રિકેટર એમી સ્ટર્થવેટ અને લિયા તાહુહૂ લગ્નગ્રંથીથી જોડાઈ ચૂકી છે. 

ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત

6/8
image

આ બંનેએ પોતાનાં લગ્નની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. કેપે તેમનાં લગ્નનો એક ફોટો શેર કર્યો હતો. વેન નિકર્કે લગ્નની વીંટીની ઈમોજી પોસ્ટ કરી હતી. 

વેન નિકર્ક

7/8
image

28 વર્ષની ડેન વેન નિકર્કનો જન્મ 1993માં થયો હતો. તે દક્ષિણ આફ્રિકા માટે એક ટેસ્ટ, 98 વન ડે અને 70 ટી20 રમી ચૂકી છે. 

મેરિઝેન કેપ

8/8
image

કેપ 1 ટેસ્ટ, 96 વન ડે અને 67 ટી20 મેચમાં આફ્રિકાની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.