વર્લ્ડ અર્થ ડે : બીજું કંઈ નહિ, પણ તમારી જમીનને બચાવવા આટલું જરૂર કરજો...
22 એપ્રિલ એટલે કે અર્થ ડે એટલે કે, આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 22 એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે.
આ દિવસની શરૂઆત કરવાનુ શ્રેય અમેરિકાના ગેલોર્ડ નેલ્સનને જાય છે, જેમણે સૌથી પહેલા અમેરિકામાં ઔદ્યોગિક વિકાસના કારણે વધી રહેલા પ્રદૂષણ અને તેનાથી થતા દુષ્પરિણામો તરફ દુનિયાનું ધ્યાન અમેરિકા તરફ આકર્ષિત કર્યું હતું. હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલે કહ્યું કે, અમે લગભગ ત્રણ દાયકાથી વિશ્વ અર્થ ડે ઉજવીએ છીએ. આ વર્ષની થીમ વિશેષ છે, કેમ કે એક લીલોતરીવાળા ગ્રહ પર સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તત્કાલ આવશ્યકતા છે.
વૃક્ષોને કાપવાથી વધ્યુ પ્રદૂષણનું સ્તર
પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિ અને જે રીતે વૃક્ષોને કાપવામાં આવી રહ્યાં છે, તે માટે જરૂરી છે કે આપણા ગ્રહ પર આ ગતિવિધિઓને દુષ્પ્રભાવો વિશે જાગૃત કરવામા આવે.
આગામી પેઢી માટે કંઈ તો છોડો
ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને બદલાતા મોસમની પેર્ટન જેવી પર્યાવરણીય સ્થિતિ, તમામ આ વાતના સંકેત છે કે, જ્યા સુધી આપણે પ્રયાસ તેજ નથી કરતા, ત્યા સુધી આગામી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત નથી કરી શક્તા. આપણે પાણી અને વીજળી બચાવવા તથા પ્રદૂષણને ઓછું કરવા માટે પગલા લેવા સહિત પર્યાવરણના અનુકૂળ જીવન જીવવા પર ધ્યાન આપવું જોઈએ.
કેવી રીતે કરશો પ્રદૂષણને કન્ટ્રોલ
એક મનુષ્ય ઈચ્છે તો પ્રદૂષણને ઓછું કરવા એક નાનકડો પ્રયાસ કરી શકે છે. કેમ કે, પૃથ્વી પર રહેનાર તમામ મનુષ્ય એક નાનકડી પહેલ કરશે, ત્યારે જ તેનુ સંરક્ષણ કરી શકાશે. ઓછું અંતર કાપવુ હોય તો ચાલતા કે સાઈકલ પર જવાનુ રાખો. કાર પુલ કરો અથવા સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરો.
પ્લાન્ટ્સ લગાવો
પોતાના ઘર, ફ્લેટ કે સોસાયટીમાં દર વર્ષે એક પ્લાન્ટ જરૂર લગાવો અને તેની સંભાળ રાખીને તેને પૂર્ણ વૃક્ષ બનાવો, જેથી તેઓ ઝેરીલા ગેસને શોષવામાં મદદ કરે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ ગેસ લઈને ઓક્સિજનને છોડે છે, જે મનુષ્ય માટે જીવનદાયિની છે.
વીજળીનો ઓછો ઉપયોગ કરો
વીજળીના ઉપકરણ જેમ કે, પંખા, ટ્યુબલાઈટ, કુલર, એસી, કમ્પ્યૂટર વગેરેનો ઉપયોગ કર્યા બાદ તરફ સ્વીચ ઓફ કરી દો. વાયુમંડળમાં કાર્બનની માત્રા ઓછી કરવા માટે સોલાર પાવર તથા સ્વચ્છ બળતણનો ઉપયોગ કરો.
પાકને બાળવાથી દૂર રહો
પાકના અવશેષો ન બાળો. તેનાથી પૃથ્વીની અંદર રહેલા જીવ મરી જાય છે અને વાયુ પ્રદૂષણના સ્તરમાં વૃદ્ધિ થાય છે.
Trending Photos