go green

અમિત શાહના કાર્યક્રમ પર કોંગ્રેસે કહ્યું, ‘ઈલેક્ટ્રીક બસ 2 મહિનાથી રોડ પર ફરે છે, આજે માત્ર ફોટોસેશન થયું’

ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગે કોંગ્રેસને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ બસ છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે આજે માત્ર ફોટોસેશન થયું છે.

Aug 29, 2019, 03:59 PM IST

પિતાએ વાવેલા વૃક્ષોને ધરાશાયી થયેલા જોઈ દીકરીનું દિલ ભાંગી પડ્યુ, પણ તેણે હાર ન માની

અમદાવાદમાં ચોમાસા દરમ્યાન સેંકડો વૃક્ષો પડે છે. પરંતુ તેને પુનઃ એ જ સ્થળે ઉભા કરવાનું આયોજન આજદિન સુધી થયું નથી. ત્યારે શહેરના નારણપુરામાં ધરાશાયી થયેલા લીમડાના 3 વૃક્ષો એક યુવતીની લાગણીના કારણે અનોખા અભિગમ સાથે પુનઃ એ જ સ્થળે ઉભા થવા જઇ રહ્યાં છે. 

Aug 11, 2019, 04:29 PM IST

ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં યુવાનોને વારસામાં અપાય છે એવી જવાબદારી કે કોઈ વિચાર પણ ન કરી શકે

મહેસાણા જિલ્લામાં આવેલું એક ગોકુળિયું ગામ છે, આ ગામની વૃક્ષ જતનની જવાબદારી ગામ વડીલોએ ગામના યુવાનોને વારસામાં આપી જાણી છે. મહેસાણાના વિસનગર તાલુકાના આ ગામમાં આ વૃક્ષ ઉછેરની અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે આજે 3 વૃક્ષોને ઘરના આંગણે ઉછેરે છે. ગામમાં 1500 મકાનમાં 6300ની વસ્તી છે. પણ તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 કરતા પણ વધુ છે. જેના કારણે ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે, જ્યાં વૃક્ષ જોવા ન મળે. જેના કારણે આજે આ ગામ લીલુંછમ અને ગોકુળિયું બન્યું છે. 

Aug 8, 2019, 10:32 AM IST