દુનિયાની સૌથી મોંઘી Bag લોન્ચ, તેની કીંમતમાં ખરીદી શકો છો 1060 Wagon R કાર

Most Expensive Bag: ઇટલીની લગ્ઝરી બ્રાંડ બોરિની મિલનેસી (Boarini Milanesi)દુનિયાની સૌથી મોંઘી બેંગને લોન્ચ કરી છે. તેની કીંમત એટલી વધુ છે કે એટલામાં તમે 53 Audi Q8 કાર અને 1060 મારૂતિ સુઝીકી વેગન આર કાર ખરીદી શકો છો. 

નવી દિલ્હી: દુનિયા સૌથી મોંઘી હેન્ડબેગ (Handbag)લોન્ચ કરી દીધી છે અને તેને ઇટલીના લગ્ઝરી બ્રાંડ બોરિની મિલનેસી (Boarini Milanesi)એ તૈયાર કરી છે. તેને સમુદ્રની થીમ પર બ્લૂ કલર બેસ પર બનાવવામાં આવી છે. આ બેગને સમુદ્ર બચાવવાના જાગૃતતા અભિયાન હેઠળ બનાવવામાં આવી છે અને આ દુનિયાની સૌથી મોંઘી બેગ છે. તો ચાલો તમને જણાવીએ કે આ બેગ કેવી છે અને તેની ખાસિયત શું છે (ફોટો સોર્સ: બોરિની મિલનેસી ફેસબુક વીડિયો)

કેટલી છે બેગની કીંમત

1/5
image

ઇટલીના લગ્ઝરી બ્રાંડ બોરિની મિલનેસી (Boarini Milanesi)એ આ બેગને 6 મિલિયન યૂરો એટલે કે 53 કરોડ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે, જે દુનિયાની સૌથી મોંઘી બેગ છે. 

ખાસ યોજના માટે બનાવી બેગ

2/5
image

બેગને લોન્ચ કર્યા બાદ બોરિની મિલનેસી (Boarini Milanesi)એ પોતાના ઇંસ્ટાગ્રામ પર જણાવ્યું કે તેને વેચ્યા બાદ જે રકમ મળશે તેને સમુદ્રની સફાઇ માટે દાન કરવામાં આવશે. 

બેગની કીમતમાં ખરીદી શકો છો આટલી કાર

3/5
image

બોરિની મિલનેસી (Boarini Milanesi)એ આ બેગની કીંમતમાં તમે 53 Audi Q8 અને 1060 મારૂતિ સુઝુકી વેગન આર કાર ખરીદી શકો છો. તમને જણાવી દઇએ કે Audi Q8ની કીંમત લગભગ 1 કરોડ રૂપિયા છે, જ્યારે મારૂતિ સુઝુકી વેગન આરની કીંમત લગભગ 5 લાખ રૂપિયા છે. 

શું છે બેગની ખાસિયત

4/5
image

બેગને સમુદ્ર બચાવવાના જાગૃતતા અભિયાન હેઠળ બનાવવામાં આવી છે. બ્લૂ કલર બેસની આ બેગ ખૂબ ચમકદાર છે. બેગમાં 130 કેરેટના હીરા અને 10 સોનાના પતંગિયા લગાવવામાં આવ્યા છે. આ બેગને બનાવવામાં 1000 કલાકનો સમય લાગ્યો. 

આ બેગની પણ થઇ હતી ચર્ચા

5/5
image

આ  પહેલાં બોરિની મિલનેસી (Boarini Milanesi) દિલ  (Heart)ના કારની બેગ બનાવી હતી. જેની ખૂબ ચર્ચા થઇ હતી. આ બેગ 18 કેરેટ ગોલ્ડથી બનેલી હતી. જેને 4517 હીરાથી શણગારવામાં આવી હતી. બેગમાં 105 પીળા, 56 ગુલાબી અને 4356 રંગ વિનાના હીરા લગાવવામાં આવ્યા હતા અને બેગની કીંમત 2.37 મિલિયન યૂરો એટલે કે લગભગ 21 કરોડ રૂપિયા હતી. આ બેગને બનાવવામાં 8 કારીગરોને 8800 કલાકથી વધુ સમય લાગ્યો હતો.