Top World Bridge: વિશ્વના સૌથી સુંદર બ્રિજ, જ્યાં લાખો લોકો જવાનું સપનું જુએ છે; જુઓ ફોટોઝ

World Wonder Bridges: દુનિયાભરમાં માણસે આવા અનેક બ્રિજ બનાવ્યા છે જે સાચે એક અજુબા જેવા લાગે છે. લાખો લોકો આવા સ્થળોની મુલાકાત લેવાનું સપનું જુએ છે. બ્રિજ પર ઉભા રહીને ફોટોગ્રાફ્સ લેવાની ઈચ્છા રાખે છે. કેટલાક બ્રિજ સૌથી ઉંચા છે તો કેટલાક ટ્વિસ્ટ કરીને બનાવવામાં આવ્યા છે. કેટલાક નદીની ટોચ પર અને કેટલાક પર્વતો પર કનેક્ટિવિટીનું કામ કરે છે. કેટલાક બ્રિજમાં ભવ્ય લાઇટો છે તો કેટલાકમાં બ્રિજ એવી જગ્યા પર છે જ્યાં આસપાસનો નજારો મન મોહી લે. આ બ્રિજને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ચાલો તસવીરોમાં જોઈએ કે આ સુંદર પુલોના નામ શું છે..

ટ્વિસ્ટ બ્રિજ

1/6
image

ટ્વિસ્ટ બ્રિજ નોર્વેમાં આવેલો છે. તે ખૂબ જ સુંદર છે. તેનો આકાર ટ્વિસ્ટેડ છે અને તેથી જ તેનું નામ ટ્વિસ્ટ બ્રિજ છે. આ પુલનો કુલ વિસ્તાર 11 હજાર ચોરસ મીટર છે. તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે.

શેખ જાયદ બ્રિજ

2/6
image

આ બ્રિજનું નામ શેખ જાયદ બ્રિજ છે. તે અબુ ધાબી, UAE માં છે. ઝાહા હદીદે આ બ્રિજની ડિઝાઈન તૈયાર કરી છે. મળતી માહિતી મુજબ, આ પુલના નિર્માણમાં લગભગ 300 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. આ પુલની સુંદરતા જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.

રૂઇ બ્રિજ

3/6
image

આ સુંદર પુલ ભારતના પડોશી દેશ ચીનમાં છે. આ બ્રિજનું નામ રૂઇ બ્રિજ છે. રુઈ બ્રિજ ચીનના ઝેજિયાંગમાં છે. આ પુલનો આકાર રિબન જેવો છે. રુઈ બ્રિજ શેનજીઆંજુ ખીણ પર બનાવવામાં આવ્યો છે. રુઇ બ્રિજ વર્ષ 2020માં બનાવવામાં આવ્યો હતો.

હેલિક્સ બ્રિજ

4/6
image

આ પુલની સુંદરતા રાત્રે નિહાળી શકાય છે. આ આકર્ષક પુલનું નામ છે હેલિક્સ બ્રિજ. હેલિક્સ બ્રિજ સિંગાપોરમાં સ્થિત છે. હેલિક્સ બ્રિજ મરિના દક્ષિણને મરિના સેન્ટર સાથે જોડે છે. આ પુલને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સિંગાપોરમાં આ પુલ 2010માં બનાવવામાં આવ્યો હતો.

ગોલ્ડન ગેટ બ્રિજ 

5/6
image

આ સુંદર બ્રિજ અમેરિકામાં છે. આ બ્રિજનું નામ ગોલ્ડન ગેટ બ્રિજ છે. આ પુલ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલો છે. આ પુલ વર્ષ 1937માં બનાવવામાં આવ્યો હતો. ઇરવિન મોરોએ ગોલ્ડન ગેટ બ્રિજ ડિઝાઇન કર્યો હતો.

કોન્સ્ટીટયુશન બ્રિજ

6/6
image

આ બ્રિજનું નામ કોન્સ્ટીટયુશન બ્રિજ છે. આ પુલ ઇટાલીના વેનિસમાં છે. આ પુલનું નિર્માણ વર્ષ 2008માં પૂર્ણ થયું હતું. સેન્ટિયાગો કેલાટ્રાવાએ કોન્સ્ટીટયુશન બ્રિજની રચના કરી હતી.