IPL 2024: 2 બેટ્સમેન...2 બોલ અને 1 ઓલરાઉન્ડર, 5 'મહારથીઓ' બતાવ્યો દમ, RCB ની નજર ટ્રોફી પર

Royal Challangers Bengaluru: 18 મે તે તારીખ જેણે આરસીબીને નવી દુનિયા આપી છે. 18 નવેમ્બર આરસીબી માટે જ નહી પરંતુ વિરાટ માટે પણ લકી સાબિત થયું છે. આઇપીએલ 2024 માં આરસીબી તે આંકડાઓ પર ખરી ઉતરી જે વર્ષોથી ચાલતા આવે છે. 18 તારીખે આરસીબીની ટીમ આઇપીએલના ઇતિહાસમાં ક્યારેય હારી નથી. આ તારીખે વિરાટનું બેટ પણ બોલે છે. 18 મે 2024 ના રોજ આરસીબીએ 5 વાર ચેમ્પિયન ચેન્નઇને માત આપીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ સીઝન આરસીબીના અવિશ્વનીય સફરમાં આરસીબીના 5 મહારથીઓએ ટીમને પાટા પર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વિરાટ કોહલી

1/5
image

યાદીમાં પહેલું નામ વિરાટ કોહલું છે. આરસીબીમાં આ સીઝન તેમનું યોગદાન બતાવવા માટે એક જ લાઇન પુરતી છે. કોહલી આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોપ પર છે. વિરાટે આ સિઝનમાં 14 મેચમાં 1 સદી અને 5 અડધી સદીની મદદથી 708 રન બનાવ્યા છે. ચેન્નાઈ સામેની મેચમાં તેણે 47 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી.

ફાફ ડુ પ્લેસી

2/5
image

આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ પણ ટીમને અહીં સુધી પહોંચાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ડુ પ્લેસીસે છેલ્લી સતત 6 જીતમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડુ પ્લેસિસે 14 મેચમાં 4 અડધી સદીની મદદથી 421 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નોકઆઉટ મેચોમાં તેની ટીમ કેવું પ્રદર્શન કરે છે.

યશ દલાલ

3/5
image

ગત સીઝનમાં રિંકૂ સિંહ વિરૂદ્ધ સતત 5 સિક્સર ખાનાર ફાસ્ટ બેટ્સમેન યશ દયાળે આરસીબીમાં આવ્યા બાદ કાયા પલટી દીધી છે. RCB તરફથી દયાલ આ સિઝનમાં સૌથી સફળ બોલર છે. તેણે અત્યાર સુધી 13 મેચમાં 15 વિકેટ ઝડપી છે. ઉપરાંત, દયાલે ચેન્નાઈ સામેની મેચની છેલ્લી ઓવરમાં ધોનીની વિકેટ લઈને 17 રનનો બચાવ કર્યો હતો. તેની બોલિંગના કારણે આરસીબીએ 27 રનથી મેચ જીતી લીધી હતી.

મોહમંદ સિરાઝ

4/5
image

ફાસ્ટ બોલર મોહમંદ સિરાઝે પણ સારી બોલિંગ કરી. જોકે IPL 2024ની શરૂઆતમાં સિરાજ તે લયમાં જોવા મળ્યો ન હતો. તેણે અત્યાર સુધી 13 મેચમાં 13 વિકેટ ઝડપી છે. તાજેતરમાં સિરાજે પંજાબ સામે 3 વિકેટ ઝડપી હતી. તેણે CSK સામે 1 વિકેટ લીધી હતી.

વિલ જેક્સ

5/5
image

આઇપીએલ 204 માં ઇંગલેડના સારા ઓલરાઉન્ડર વિલ જેક્સની હાજરીએ ટીમને મજબૂત બનાવી દીધી. વિલ જેક્સને મેક્સવેલની જગ્યાએ સ્થાન મળ્યું હતું. તેણે પોતાના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી દિલ જીતી લીધું. પરંતુ ચેન્નાઈ સામેની મેચ પહેલા જ જેક્સ રાષ્ટ્રીય ફરજ બજાવવા ઘરે પહોંચી ગયો છે. જેક્સે 8 મેચમાં 1 સદી અને 1 ફિફ્ટીની મદદથી 230 રન બનાવ્યા હતા. આ સિવાય જેક્સ પણ ખૂબ જ આર્થિક રીતે બોલિંગ કરતો હતો.