Wimbledon 2021: એશ્લે બાર્ટી વિમ્બલ્ડનની નવી ચેમ્પિયન, પ્લિસકોવાને હરાવી જીત્યું ટાઇટલ

Ashleigh Barty Second Grand Slam Title: વિશ્વની નંબર-1 ખેલાડી એશ્લે બાર્ટી વિમ્બલ્ડનની નવી ક્વીન બની ગઈ છે. તેણે પ્લિસકોવાને હરાવી આ ટૂર્નામેન્ટ પ્રથમવાર જીતી છે. 

Wimbledon 2021: એશ્લે બાર્ટી વિમ્બલ્ડનની નવી ચેમ્પિયન, પ્લિસકોવાને હરાવી જીત્યું ટાઇટલ

લંડનઃ વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી (Ashleigh Barty Win Wimbledon) એ ચેક ગણરાજ્યની કારોલિના પ્લિસકોવા (Ashleigh Barty beats Karolina Pliskova) ને હરાવી વિમ્બલ્ડનનું ટાઇટલ કબજે કર્યુ છે. તેણે 6-3, 6-7, 6-3 થી કારોલિનાને પરાજય આપ્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પ્રથમવાર વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બની છે. 

આ પહેલા પ્લિસકોવાએ સેમિફાઇનલમાં બેલારૂસની બીજી વરીયતા પ્રાપ્ત આર્યના સબાલેંકાને એક કલાક 35 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 5-7, 6-4, 6-4 થી પરાજય આપ્યો હતો. તો એશ્લે બાર્ટીએ એન્જેલિક કર્બરને 6-3, 7-6 (3) થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

— Wimbledon (@Wimbledon) July 10, 2021

મહત્વનું છે કે ઓલ ઈંગ્લેન્ડ ક્લબને નવી ચેમ્પિયન મળી છે. કોરોનાને કારણે પાછલા વર્ષે આ ટૂર્નામેન્ટ રદ્દ થઈ હતી. 2019માં રોમાનિયાની સિમોના હાલેપે આ ટ્રોફી જીતી હતી. પ્લિસકોવા છેલ્લા સાત વર્ષોમાં વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ચેક ગણરાજ્યની ખેલાડી હતી. 

બાર્ટીએ 41 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ
બાર્ટી 41 વર્ષ બાદ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. આ પહેલા 1980માં તેની આદર્શ ખેલાડી ઇવોની ગૂલાગોંગે પોતાનું બીજુ વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ કોઈ ઓસ્ટ્રેલિયાન મહિલા ખેલાડી અહીં ચેમ્પિયન બની શકી નથી. પરંતુ બાર્ટીએ શનિવારે આ ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ છે. 

— Wimbledon (@Wimbledon) July 10, 2021

બાળપણનું સપનું થયું પૂરુ
વિમ્બલ્ડન ચેમ્પિયન બનવું બાર્ટીનું બાળપણનું સપનું હતું. તે ઘણીવાર કહી ચુકી છે કે હું એક દિવસ અહીં ચેમ્પિયન બનીશ. આ મારૂ સપનું અને લક્ષ્ય છે, જેને બાર્ટીએ પૂરુ કરી લીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news