ઈન્ડોનેશિયા ઓપનઃ બર્થડે ગર્લ સિંધુ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

ઉલ્લેખનીય છે કે, પુસરલા વેંકટ સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના દિવસે થયો હતો. 

ઈન્ડોનેશિયા ઓપનઃ બર્થડે ગર્લ સિંધુ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

જકાર્તાઃ ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ ઈન્ડોનેશિયા ઓપન બીડબલ્યૂએફ વિશ્વ ટૂર સુપર 1000 ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ગુરૂવારે પોતાનો 23મો જન્મદિવસ જાપાનની અયા ઓહોરીને હરાવીને મનાવ્યો. 

સિંધુએ વર્લ્ડ નંબર-16 ઓહોરીને 21-17, 21-14થી પરાજય આપ્યો. આ મેચ 36 મિનિટ સુધી ચાલી હતી. આ પાંચ મેચોમાં આ જાપાની વિરોધી પર તેની પાંચમી જીત છે. વિશ્વમાં ત્રીજા નંબરની ખેલાડી સિંધુ છેલ્લા સપ્તાહે મલેશિયા ઓપનના સેમીફાઇનલમાં પહોંચી હતી. 

હવે તેનો સામનો ચીનની બિંગજિયાઓ હી સામે થશે. સિંધુએ થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને 21-15, 19-21, 21-13થી હરાવીને પ્રથમ રાઉન્ડનો મેચ જીત્યો હતો. 

આ વચ્ચે પોતાના પ્રથમ મેચમાં ચીની દિગ્ગજ લિન ડૈન પર અવિશ્વસનીય જીત  મેળવનાર એચએસ પ્રણોય પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડ નંબર-13 પ્રણોયે 15માં નંબરના ચીની તાઇપેના જુ વેઈ વાંગને ત્રણ ગેમ સુધી ચાલેલા મેચમાં 21-23, 21-15, 21-13થી હરાવ્યો. ક્વાર્ટર ફાઇનલમાં પ્રણોયનો સામનો ચીનના વર્લ્ડ નંબર-3 શી યુકી સામે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news