કમીશ્નર

અમદાવાદ 2 ઓક્ટોબરથી બનશે ‘પ્લાસ્ટિક મુક્ત’: AMC કમીશ્નર વિજય નહેરા

મહાનગર પાલિકા 2 ઓક્ટોબર સુધીમાં શહેરને સીંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા તૈયારી કરી લીધી છે. જેનાથી શહેરના મોટા ભાગના વ્યાપારીઓ અને દુકાનદાર પરેશાન છે. આ વ્યપારીઓએ જીસીસીઆઇમા માધ્યમથી મ્યુનીસીપલ કમીશનરને પત્ર લખ્યો પણ મ્યુનીસીપલ કમીશનર કોઇ એક્ટેન્શન આપવાના મુડમાં નથી.
 

Sep 9, 2019, 05:53 PM IST

કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ

કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.

Jul 16, 2019, 12:01 AM IST

કાંકરિયા રાઇડ દુર્ધટના: લાઇસન્સ મામલે AMC અને પોલીસ વચ્ચે ચલકચલાણું

કાંકરિયામાં રાઇડ તૂટવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ઘટનાની જવાબદારી કરવામાં આવેલા ખુલાસાઓમાં પોલીસ અને કોર્પોરેશન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અમદાવાદના મેયર બિજલબેન પટેલનું કહેવું છે, કે શહેરમાં રાઇડ્સ અંગેના તમામ સર્ટીફીકેટ અને લાઇસન્સ ઇશ્યું કરવાનું કામ પોલીસ કમીશ્નરનું છે. જ્યારે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ નથી કરવામાં આવી રહ્યો કે, આ લાઇસન્સ ઇશ્યું ક્યાં વિભાગ દ્વારા કરવામાં આવે છે. 

Jul 15, 2019, 07:47 PM IST

આગકાંડ બાદ વડોદરા પાલિકના ફાયર વિભાગે 900 ટ્યુશનના સંચાલકોને આપી ટ્રેનિંગ

સુરત ખાતે સર્જાયેલ આગ કાંડ બાદ વડોદરા પાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન કલાસીસ ખાતે ફાયર સેફટી સહિત ની સુવિધા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફાયર સેફટીનો અભાવ જોવા મળેલ ટયુશન ક્લાસના સંચાલકોને ફાયર વિભાગની એન.ઓ.સી લેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. 
 

Jun 3, 2019, 07:54 PM IST

CMના આદેશ બાદ કોર્પોરેશન ‘સાફ કરશે સાબરમતી’, નદીમાં આવતુ ગંદુ પાણી થશે બંધ

કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

May 28, 2019, 04:46 PM IST

જાહેરમાં PUBG ગેમ રમવા પર ગુજરાતના આ શહેરમાં લાગ્યો પ્રતિબંધ, થશે કાયદાકીય કાર્યવાહી  

પબ્જી ગેમનો ક્રેઝ યુવાઓમાં દિવસેને દિવસે વધી કહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં આ ગેમના રસીકોમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના રાજકોટના પોલીસ કમીશ્વર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જે વ્યક્તિ જાહેરમાં પબ્જી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 
 

Mar 7, 2019, 06:41 PM IST

સ્વચ્છ સર્વેક્ષણ 2019: 10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે

સ્વચ્છ સર્વેક્ષણ 2019 હેઠળ ભારત સરકારે જાહેર કરેલી યાદીમાં મેગાસીટી અમદાવાદનો દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોની યાદીમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અમદાવાદના મેયર બીજલ પટેલ અને કમિશ્નર વિજય નેહરાએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.

Mar 6, 2019, 04:23 PM IST

અમદાવાદમાં 2માર્ચથી કલમ 144 લાગુ, હાઇ એલર્ટમાં જાણો પોલીસનો નવો પ્લાન

અમદાવાદમાં આગામી 2થી16 માર્ચ સુધી અમદાવાદમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધને લઇને શહેર કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિને લઇને રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 1600 કિમીના દરિયા કિનારે પણ કોર્સ્ટ ગાર્ડ તથા નેવીની ટીમોને એલર્ટ કરી દેવમાં આવી છે. 

Feb 27, 2019, 09:13 PM IST

આ શહેરના પોલીસ અધિકારીઓને હવે મળશે વિકલી ઓફ, કમીશનરે કરી જાહેરાત

સામાન્ય રીતે સરકારી નોકરી અંગે લોકોના મનમાં એક પ્રકારની ગ્રંથી બંધાયેલી હોય છે. સરકારી નોકરી એટલે શનિ-રવિ રજા અને ઓફિસ ટાઇમની સવારે 10થી સાંજના 7 સુધીની નોકરી, પરંતુ પોલીસની નોકરીમાં કોઇપણ પ્રકારની રજા કે વીકઓફ હોતા નથી. માટે જ સુરતના ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ માટે ઔતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુરત પોલીસ કમીશ્નર શતીશ શર્માએ પોલીસ અધિકારીઓને વિક ઓફ આપની જાહેરાત કરી છે. 

Jan 8, 2019, 06:46 PM IST

31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી

31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન યુવાધન નશાના રવાડે ચઢી નહી તે માટે શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી દીધો છે. અમદાવાદ શહેરમાં 31 ડીસેમ્બરની રાત્રે બાર વાગતાની સાથે જ યુવાધન નવા વર્ષની ઉજવણી કરવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી આવે છે. અને ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી કરવામાં મશગુલ બની જતી હોય છે. ત્યારે શહેર પોલીસે પણ 31 ડીસેમ્બરને લઈને નોટીફીકેશન જાહેર કર્યા છે.

Dec 28, 2018, 08:17 PM IST

ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી, જાણો શું છે ખાસિયત

હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે.
 

Dec 9, 2018, 05:59 PM IST