31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી

31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન યુવાધન નશાના રવાડે ચઢી નહી તે માટે શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી દીધો છે. અમદાવાદ શહેરમાં 31 ડીસેમ્બરની રાત્રે બાર વાગતાની સાથે જ યુવાધન નવા વર્ષની ઉજવણી કરવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી આવે છે. અને ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી કરવામાં મશગુલ બની જતી હોય છે. ત્યારે શહેર પોલીસે પણ 31 ડીસેમ્બરને લઈને નોટીફીકેશન જાહેર કર્યા છે.

Updated By: Dec 28, 2018, 08:22 PM IST
31 ડીસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, થશે આવી કાર્યવાહી
અમદાવાદ સી.પી-એ.કે સિંઘ

મૌલિક ધામેચા/અમદાવાદ: 31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન યુવાધન નશાના રવાડે ચઢી નહી તે માટે શહેર પોલીસે પોતાનો એક્શન પ્લાન બનાવી દીધો છે. અમદાવાદ શહેરમાં 31 ડીસેમ્બરની રાત્રે બાર વાગતાની સાથે જ યુવાધન નવા વર્ષની ઉજવણી કરવા માટે રોડ રસ્તા ઉપર ઉતરી આવે છે. અને ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની ઉજવણી કરવામાં મશગુલ બની જતી હોય છે. ત્યારે શહેર પોલીસે પણ 31 ડીસેમ્બરને લઈને નોટીફીકેશન જાહેર કર્યા છે.

  • પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં લાઉડ સ્પીકરો ઓછા અવાજે વગાડવા
  • ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાત્રીના ૧૦ વાગ્યા પછી માઈલ વગાડવા નહી
  • નોઈસ પોલ્યુશન એક્ટ મુજબ આયોજકોએ સ્પીકર વગાડવાના રહેશે
  • મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર નાં થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
  • પાર્કિગની જવાબદારી આયોજકોની રહેશે
  • રોડ ઉપર વાહનો પાર્ક થયેલા હશે તો પાર્ટીની પરવાનગી રદ થશે
  • નશો કરેલી વ્યક્તિ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટ માંથી મળી આવશે તો આયોજક સામે ગુનો નોંધાશે

વધુ વાંચો...ગોંડલ: મગફળીના ગોડાઉનમાં આગ લાગતા 1000 ટન મગફળી બળીને ખાખ

અમદાવાદમાં 31 ડીસેમ્બરને લઈને પાર્ટી આયોજક માટે શહેર પોલીસ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.  નવા વર્ષની ઉજવણી તો અમદાવાદ શહેરમાં થશે પરંતુ આ વખતે આયોજકો માટેના નિયમો ખુબ જ કડક કરી દેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું યુવાધન નશાના રવાડે ચઢ્યું હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. આથી આ વખતે પોલીસે પાર્ટી પ્લોટના આયોજકો સામે પોલીસે કાયદાનો ગાળિયો કસી નાંખ્યો છે. 

આ વખતના નવા વર્ષની ઉજવણીને લઈને શહેર પોલીસ દ્વારા નિત નવા એક્શન પ્લાન અને નોટીફીકેશન જાહેર કરી દીધા છે. બીજી તરફ શહેરના એન્ટ્રી એક્સ્ઝીટ પોઈન્ટો પર પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. પરંતુ જોવાનું એ છે કે આટલું બધું કર્યા પછી પણ આ વખતની ૩૧ ડીસેમ્બરની રાત્રે બાર વાગ્યા પછી શહેરમાં કેટલા લોકો દારુ પીધેલી હાલતમાં જડ્પાય છે.