મહાદેવ મંદિર

કોરોનાને રોકવા AMCની નવી રણનીતિ, હોટલ તથા સાર્વજનિક સ્થળોએ ટેસ્ટીંગ શરૂ કર્યાં

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. આવામાં કોરોનાના કેસને કાબૂમાં રાખવું જરૂરી બની ગયું છે. ત્યારે એએમસી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. Amc દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે. 

Jul 25, 2020, 02:56 PM IST

શ્રાવણ મહિનાને કારણે અમદાવાદના મંદિરોમાં ટેસ્ટીંગ, 3 કોરોના પોઝિટિવ નીકળ્યાં

અમદાવાદ કોર્પોરેશન દ્વારા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બાદ ધાર્મિક  સ્થળો પર કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા 2 દિવસમાં 40 જેટલા ધાર્મિક સ્થળો પર 564 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના ઘુમાના ભીમનાથ મહાદેવમાં સવારથી સાંજ સુધી 60 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

Jul 25, 2020, 10:57 AM IST

Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય છે પિતૃ શ્રાદ્ધની વિધી

ભાદરવા મહિનાને આમ તો પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે. જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર જગ્યામાં માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળે છે. જેથી ભાદરવા મહિનામાં લોકો ગુજરાતભરમાંથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.

Sep 23, 2019, 09:56 AM IST

સોમનાથ દાદાના 69માં સ્થાપના દિવસે ભક્તોએ કરી સમૂહ આરતી, ઉમટ્યું ઘોડાપુર

સોમનાથ દાદાના સાનીધ્યમાં વહેલી સવારથી જ 69માં સ્થાપના દિવસની ઉજવણી ધામ ધૂમથી શરૂ કરી દેવાની હતી. સવારે ધ્વજાપૂજાથી મહોત્સવની શરૂઆત કરવામાં આવી જેમાં ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તેમજ જે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના કરકમલોથી દ્વારા પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ તે સમય એટલે સવારે 9-46 મીનીટે મહાપૂજન કરવામાં આવી હતી. 

May 11, 2019, 10:05 PM IST

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. 

Jan 3, 2019, 05:55 AM IST