5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા
શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી.
Trending Photos
અમદાવાદ: શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી.
શિવ મંદિરમાં નથી શિખર
આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિંમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમાં અહિં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે અહિં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.
છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી, જુઓ આંકડા
મહાભારત સમયે ભીમે કરી હતી સ્થાપના
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત રાખ્યું હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંયે શિવલિંગ ન મળતા ભીમે શિવલિંગ આકારના પાષાણને જાળનાં વૃક્ષ નીચે સ્થાપિત કરી જંગલી ફૂલો ચઢાવીને અર્જુન અને કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે. શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું.
હિંમતનગર: જંગલમાંથી ઝેરી સાપ પકડી વેચતા તસ્કરો ઝડપાયા, આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની આશંકા
વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ
આજે પણ જે પાષાણ પર પ્રહાર કરી શિવલિંગ બનાવી જાળનાં વૃક્ષની નીચે સ્થાપિત કર્યુ હતું તે મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહિં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે. જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી.
વડોદરા: રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલીઓ માટે આઈકાર્ડ જેવું રેટકાર્ડ બનાવાયું
વૃક્ષ પરથી ચૈત્રમાસમાં જરે છે ખાંડ
પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા. આ ઝાડનો મહિમાં એટલો બધો છે, કે અહિ ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ જરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આ મંદિર એટલું સમૃદ્ધ થઇ ગયું છે, કે અહિ દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહિ ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. કહેવાય છે, કે અહિ સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે