વીજળી બિલમાં રાહત News

લોકડાઉનમાં તોતિંગ વીજ બિલે ઉડાવ્યા હતાં લોકોના હોશ, હવે સરકાર આપી રહી છે મસમટી રાહત
મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈના લોકો વીજ બિલને લઈને હંમેશા પરેશાન રહેતા હોય છે. કોરોના સંકટ સમયે તો વીજળીના આડેધડ વધારે રકમના આવેલા બિલે લોકોના હોશ ઉડાવી દીધા હતાં પરંતુ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર લોકડાઉન દરમિયાન આવેલા વીજળી બિલો પર મોટી રાહત આપવા જઈ રહી છે. કેબિનેટમાં મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કરી લેવાયો છે. આ યોજનાનો ફાયદો મહારાષ્ટ્રના એક કરોડ ગ્રાહકોને મળશે. ઉદ્ધવ ઠાકરે સરકારની યોજના મુજબ દરેક પરિવારને 2019ના બિલ મુજબ ચૂકવણી કરવાની રહેશે. આના કારણે કોરોના કાળમાં જેને બિલ વધારે આવ્યું હશે તેને વધુ રકમ ચૂકવવામાંથી રાહત મળી જશે. શું તમે આ દાયરામાં આવો છો?... આ રીતે સમજો.
Aug 21,2020, 13:08 PM IST

Trending news