Rml hospital News

કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
દિલ્હીનાં પહેલા કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિએ પોતાનાં અનુભવો કહ્યા છે. તેણે ડોક્ટર તથા સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનાં અનુભવો આપ્યા હતા. વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું વિદેશથી પરત ફર્યો હતો, ત્યાર બાદ મારી તબિયત ખરાબ થવાની ચાલુ થઇ ચુકી હતી, ત્યાર બાદ મારા ડોક્ટરે 29 ફેબ્રુઆરીએ કોરોના વાયરસની તપાસ માટે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો. ત્યાર બાદ જ્યારે હું ત્યાં ગયો તો એક રૂમ બનાવેલી હતી જે માત્ર કોરોના વાયરસનાં લોકો માટે જ હતી. ત્યાર બાદ મને એક ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું, જેમાં તેના લક્ષણ પુછવામાં આવ્યા હતા, તો મે તાવ આવ્યો હોવાની પર નિશાન કર્યું, તપાસ બાદ ત્યાં હાજર ડોક્ટરે મને કહ્યું કે, તમને હોસ્પિટલમાં જ રોકાવું પડશે.
Mar 21,2020, 0:21 AM IST

Trending news