iPhone SE 2020: તો આ હશે સસ્તા આઈફોનનું નામ, 256GB સુધી મળશે સ્ટોરેજ

એપલના સત્તાવાર ઓનલાઇન સ્ટોર પર એક સ્ક્રીન પ્રોટેક્ટર લિસ્ટ કરવામાં આવ્યું છે. તેનાથી પણ આ પુષ્ટિ થાય છે કે નવા ફોનનું નામ iPhone SE હશે. 

iPhone SE 2020: તો આ હશે સસ્તા આઈફોનનું નામ, 256GB સુધી મળશે સ્ટોરેજ

નવી દિલ્હીઃ એપલ (Apple)નો સસ્તો આઈફોન જલદી લોન્ચ થવાનો છે. અત્યાર સુધી માહિતી મળી રહી હતી કે તેનું નામ iPhone 9 હશે, પરંતુ તાજા રિપોર્ટમાં આ દાવાને નકારી દેવામાં આવ્યો છે. 9to5Macના રિપોર્ટ પ્રમાણે, નવી ડિવાઇઝનું સત્તાવાર નામ iPhone SE  હશે, જેને કંપની જૂના આઈફોન એસઈનું 2020 વર્ઝન કહેશે. મહત્વનું છે કે કંપનીએ વર્ષ 2016માં પ્રથમ એન્ટ્રી લેવસ સ્માર્ટફોન iPhone SE લોન્ચ કર્યો હતો. 

એટલું જ નહીં, એપલના સત્તાવાર ઓનલાઇન સ્ટોર પર એક સ્ક્રીન પ્રોટેક્ટર લિસ્ટ કરવામાં આવ્યું છે. તેનાથી પણ આ પુષ્ટિ થાય છે કે નવા ફોનનું નામ iPhone SE હશે. આ સ્ક્રીન પ્રોટેક્ટરને આઈફોન 7 અને આઈફોન 8માં પણ ઉપયોગ કરી શકાય છે. જેનો સીધો મતલબ છે કે iPhone SEમાં 4.7 ઇંચની ડિસ્પ્લે હશે. રિપોર્ટમાં એક નવી જાણકારી તે મળી છે કે આઈફોનમાં 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવશે. આ પહેલા આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તે માત્ર 64 જીબી અને 128 જીબી મોડલમાં આવશે. 

iPhone SE ત્રણ કલર વેરિયન્ટ- બ્લેક, વાઇટ અને રેડમાં આવશે. રિપોર્ટ પ્રમાણે, તેમાં લેટેસ્ટ  iPhone 11 વાળા A13 Bionic ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો સસ્તા આઈફોનની કિંમત  $399 (આશરે 30490 રૂપિયા)થી શરૂ થશે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે કંપની આઈફોન SEના 5 કેસ- બ્લેક સિલિકોન, વાઇટ સિલિકોન, રેડ લેધર, બ્લેક લેધર અને મિડ નાઇટ બ્લૂ લેધર લાવી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news