Big Decision of Facebook: ફેસબુક યૂઝર્સને મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે આ ફીચર્સ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સતત પોતાની સાઈટ્સ પર અનેક ફેરફાર કરી રહ્યું છે. અને એ જ શ્રેણીમાં ફેસબુકે પોતાના એક ફીચરને એક ઓક્ટોબરથી બંધ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુક પોતાના લાઈવ શોપિંગ ફીચરને બંધ કરવા જઈ રહ્યું છે.

Big Decision of Facebook: ફેસબુક યૂઝર્સને મોટો ઝટકો, 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે આ ફીચર્સ

નવી દિલ્લી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક સતત પોતાની સાઈટ્સ પર અનેક ફેરફાર કરી રહ્યું છે. અને એ જ શ્રેણીમાં ફેસબુકે પોતાના એક ફીચરને એક ઓક્ટોબરથી બંધ કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુક પોતાના લાઈવ શોપિંગ ફીચરને બંધ કરવા જઈ રહ્યું છે. હવે એક ઓક્ટોબરથી ફેસબુકનું આ પોપ્યુલર ફીચરનો યુઝર્સ ફાયદો ઉઠાવી શકશે નહીં. ફેસબુક હવે પોતાાનું ફોકસ સંપૂર્ણ રીતે શોર્ટ વીડિયોઝ પર કરી રહ્યું છે.

શું છે ફીચરની વિશેષતા:
ફેસબુકે જે ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે. તે શોપિંગ ફીચર લોકોને પ્રોડક્ટ્સ વિશે લાઈવ ટેલિકાસ્ટ કરીને તેના વિશે જણાવવા અને વેચવાની સુવિધા આપતું હતું. આ ફીચરની સૌથી પહેલા શરૂઆત ફેસબુકે થાઈલેન્ડમાં કરી હતી. પરંતુ હવે 1 ઓક્ટોબરથી કંપની આ ફીચરને બંધ કરવા જઈ રહ્યું છે.

શોર્ટ વીડિયો પર ફોકસ:
ઈન્સ્ટાગ્રામની સાથે ફેસબુકનું ફોકસ હવે સંપૂર્ણ રીતે શોર્ટ વીડિયો પર છે. કંપનીનું માનવું છે કે યૂઝર્વ હવે શોર્ટ વીડિયો પર પોતાનો વધારે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેને ધ્યાનમાં લેતાં કંપની રીલ્સ પર ફોકસ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ ફીચરના બંધ થવાથી યૂઝર્સને વધારે નુકસાન નહીં થાય. કંપનીનું કહેવું છે કે તે લાઈવ રિલ્સ દ્વારા પોતાની પ્રોડક્ટ વિશે માહિતી આપી શકે છે. જેમ કે તે પહેલાં લાઈવ ફીચર દ્વારા આપતા હતા.

રીલ્સ દ્વારા પૈસા કમાશે મેટા:
મેટા કંપની પોતાની રાઈવલ કંપની ટિકટોકને ધ્યાનમાં રાખતાં શોર્ટ વીડિયો પર વધારે ફોકસ કરી રહ્યી છે. કંપનીનો પ્રયાસ આ વીડિયો દ્વારા રેવન્યુ કમાવાનો છે. રીલ્સની પાસે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સ્ટોરીની સરખામણીમાં વધારે રેવન્યુ રનરેટ છે. કંપનીનું કહેવું છે કે ડેટા પ્રમાણે લોકો રિલ્સ પર 30 ટકાથી વધારે સમય પસાર કરે છે. કંપની તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પ્લાનિંગ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news