આ છે ભારતમાં વેચાતી સૌથી સસ્તી ત્રણ ઈલેક્ટ્રીક કાર, સિંગલ ચાર્જમાં દોડે છે 437 કિલોમીટર
Electric Cars In India: આ ઈલેક્ટ્રીક કારની રેન્જ 306 કિલોમીટર છે. આ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર છે. સબ-4 ઈલેક્ટ્રીક સેડાનમાં ટાટાની Ziptron ટેક્નોલોજી છે જે 75 HPનો પાવર અને 170 NMની ટાર્ક જનરેટ કરવાની સાથે સ્ટેબલ મૈગ્રેટિક સંક્રોનસ મોટરનો ઉપયોગ કરે છે
Trending Photos
Electric Cars In India: જો તમે પેટ્રોલ-ડીઝલના ભાવથી ત્રસ્ત છો અને સારી ઈલેક્ટ્રીક વ્હીકલ શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે આપને ભારતના બજારમાં સૌથી વધારે વેચાયેલી ત્રણ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કારો વિશે જણાવીશું. આ કારોમાં Tata Tigor EV, Tata Tigor EV અને Tata Nexon EV Max પણ સામેલ છે. અમે આપને આ તમામ કારોની ઈલેક્ટ્રીક રેન્જ, ચાર્જિગ ટાઈમ અને કિંમત વિશે ખાસ જાણકારી આપીશું. તો આવો કરીએ એક નજર.
Tata Tigor EV
આ કારની કિંમત 12.49 લાખથી 13.64 લાખ રૂપિયાની વચ્ચે છે. આ ઈલેક્ટ્રીક કારની રેન્જ 306 કિલોમીટર છે. આ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર છે. સબ-4 ઈલેક્ટ્રીક સેડાનમાં ટાટાની Ziptron ટેક્નોલોજી છે જે 75 HPનો પાવર અને 170 NMની ટાર્ક જનરેટ કરવાની સાથે સ્ટેબલ મૈગ્રેટિક સંક્રોનસ મોટરનો ઉપયોગ કરે છે. આની 26 KWH બેટરી પૈક 306 KMની ARAI સર્ટિફાઈડ રેન્જ આપે છે. આ કાર માત્ર 60 મિનિટમાં 0થી 80 ટકા ચાર્જ થઈ જાય છે. આ EVમાં ચાર વેરિએન્ટ મળે છે, જેમાં રેન્જ, ટોપિંગ મોડલની કિંમત 13.14 લાખ રૂપિયા છે.
Tata Nexon EV
આ કારની કિંમત 14.79 લાખ રૂપિયાથી 17.40 લાખ રૂપિયા સુધીની છે. આ EVની રેન્જ 312 કિમી છે. ટાટાની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક કાર તરીકે 2020માં લોન્ચ થઈ હતી. Nexon EV સારા દેખાવ, આરામદાયક કેબિન અને સંપૂર્ણ 5-સ્ટાર સલામતી રેટિંગ આપે છે. ARAI અનુસાર, તે 30.2 kWh બેટરી પેક સાથે આવે છે જે 312 કિમીની રેન્જનો દાવો કરે છે. તેની મોટર 129 hp અને 245 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. Tata દાવો કરે છે કે Nexon EVને ફાસ્ટ ચાર્જર દ્વારા 60 મિનિટમાં 0-80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
Tata Nexon EV Max
આ કારની કિંમત 17.74 લાખ રૂપિયાથી 19.24 લાખ રૂપિયા સુધીની છે. Tata Nexon EV Maxની રેન્જ 437 કિમી છે. ટાટાએ તાજેતરમાં જ લાંબા અંતરના EV ખરીદદારો માટે Nexon EV Max રજૂ કરી હતી. મોટા 40.5 kWh બેટરી પેક સાથે, Nexon EV Max પાસે 437 kmની ARAI-રેટેડ રેન્જ છે. સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં Max 14 hp પાવર અને 5 Nm ટોર્ક જનરેટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે