વાહનનો વીમો લેતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમારા ખિસ્સા ખંખેરી એજન્ટ કરી લેશે કમાણી

Vehicle Insurance: ઘણાં લોકો ગાડી તો લઈ લે છે પણ સમયસર તેનો વીમો નથી કરાવતા. સમયસર વીમો કરાવવો કેમ જરૂરી છે? અને વાહનનો વીમો લેતા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે જાણો....

વાહનનો વીમો લેતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમારા ખિસ્સા ખંખેરી એજન્ટ કરી લેશે કમાણી

Vehicle Insurance: ઘણા એવા લોકો હોય છે જે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરી લેતા હોય છે પરંતુ તેના ઈન્સ્યોરન્સને લઈ વધારે જાણકારી રાખતા નથી કે તેને ગંભીરતાથી વધારે લેતા નથી. વાહન ખરીદતા સમયે ઈન્સ્યોરન્સ લઈ લે છે અને નિરાંત થઈ જાય છે. પરંતુ ત્યારબાદ તેમની આ લાપરવાહી તેમને ભારે પડે છે. અહીં તમને એ વાતની જાણકારી આપીએ કે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓમાં વાહનનો ઈન્સ્યોરન્સ સહાયરૂપ સાબિત થાય છે.

Comprehensive Motor Insurance ના છે આ લાભ-
જો તમારે વાહન માટે ઈન્સ્યોરન્સ લેવો હોય તો 'કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ' જ ખરીદવો જોઈએ. આ ઈન્સ્યોરન્સ કુદરતી આપત્તિથી થનારા નુકસાનમાં ભરપાઈ કરી આપે છે. કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સમાં લગભગ મોટાભાગના નુકસાનને ક્લેઈમમાં સામેલ કરવામાં આવે છે. કુદરતી આફતથી થનારા નુકસાનને આ ઈન્સ્યોરન્સમાં સામેલ કરવામાં આવે છે. કુદરતી આફતથી થતા નુકસાનની સાથે જો તમારા વાહનની ચોરી થાય તો 'કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ'માં તે કવર થાય છે. આ સાથે અકસ્માતમાં તમારા વાહનને નુકસાન થાય અને ભૂલ તમારી હોય તો પણ પોલિસીમાં કવર મળે છે.

'કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સ' આ બધા સાથે પ્રાણીના કારણે થયેલા નુકસાનમાં પણ કવર આપે છે. આવા પ્રકારના કિસ્સામાં જ્યારે વાહનના કાચ કે અન્ય પાર્ટને નુકસાન થાય ત્યારે આપણે મનોમન વિચારી લેતા હોય છે કે આમાં શું ઈન્સ્યોરન્સ હોય અને આપણે પોતાની રીતે ખર્ચો કરાવી દેતા હોય છે તેવામાં આ પ્રકારનો ઈન્સ્યોરન્સ કઢાવ્યો હોય તો વાહનચાલકને મોટો ફાયદો થાય છે.

બે પ્રકારના હોય છે ઈન્સ્યોરન્સ-
ભારતીય બજારમાં બે પ્રકારના ઈન્સ્યોરન્સ ઉપલબ્ધ હોય છે. એક તો 'કોમ્પ્રિહેન્સિવ વ્હીકલ ઈન્સ્યોરન્સ' અને 'બીજા થર્ડ પાર્ટી કાર ઈન્સ્યોરન્સ'.. 'કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ' સંપૂર્ણ વીમો હોય છે. આ ઈન્સ્યોરન્સમાં સારી રીતે વાહન માલિકને લાભ મળ્યા છે.

Third Party Insurance વિશે પણ જાણો-
સરકારના નિયમના કારણે ફરજિયાતપણે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વાહનચાલકે લેવો પડે છે. તમારા વાહનથી અન્ય વાહન કે વ્યક્તિને નુકસાન પહોંચે ત્યારે તેના ખર્ચાની ભરપાઈ માટે Third party insurance લેવામાં આવે છે. થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સમાં આ પ્રકારના લાભ મળે છે.
1. જો તમારા વાહનથી બીજી કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો તેના ઈલાજનો ખર્ચ પોલીસી આપવા વાળી કંપની ચૂકવશે.
2. જો તમારા વાહનથી કોઈનું મૃત્યુ થયું તો તેનું વળતર પણ જે તે વીમા કંપની ચૂકવશે
3. તમારા વાહનથી અન્ય વાહનને નુકસાન થયું હોય તો તેનું વળતર પોલીસી આપનારી કંપની ચૂકવશે
4. કોઈ અન્ય વ્યક્તિને કે વાહનને થયેલા નુકસાનમાં જો દાવો કરાયો હોય તો કેસનો ખર્ચ પણ વીમા કંપની જોશે.
થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ તો ફરજિયાત છે ત્યારે તેની સાથે 'કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ' લેવો સંપૂર્ણપણે સલાહભર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news