અમદાવાદના નારોલમાં કાપડની ફેકટરીમાં આગ, 30થી વધુ ફાયરની ગાડી ઘટનાસ્થળ પર

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આગ લાગી હતી. જિંદાલ નામની કપડાની ફેક્ટ્રીના ગોડાઉનમાં જ આગ લાગી જતા નાસભાગ મચી ગઇ હતી. પ્રાથમિક તબક્કે નાનકડી લાગતી આગ જોત જોતામાં ખુબ જ વિકરાળ બની હતી. આગને પગલે પહેલા 15 અને ત્યાર બાદ 20 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આગની ગંભીરતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે 30થી વધારે ગાડીઓ હાલ ઘટના સ્થળ પર હાજર છે. 100થી વધારે ફાયરના જવાનો આગ બુઝાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

Trending news