ગુડ ન્યૂઝમાં જાણો જામનગરના ખીજડિયા ગામના હાઇટેક લાખોપતી ખેડૂત વિશે
આજના શહેરીકરણ ના યુગમાં ગામડાના યુવાનો પારંપારિક ખેતીનો વ્યવસાય છોડીને રોજગારી માટે શહેરો તરફ વળી રહ્યા છે. પરંતુ નાના એવા ગામમાં જ રહી અને સીએસ સુધીનો ઉચ્ચ અભ્યાસક્રમ કર્યા બાદ પણ જામનગર જિલ્લાના ખીજડીયા ગામના 30 વર્ષિય યુવા હાઈટેક ખેડૂત નિકુંજ વસોયાએ પોતાના જ ગામમાં અને પોતે જાતે પોતાના ખેતરમાં ઉગાવેલી શાકભાજીઓની રસોઈ બનાવી ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો લોકો સુધી પહોચી મહિને લાખોની આવક કરી સાબિત કરી આપ્યું છે કે ગામડાઓમાં પણ રોજગારી છે પરંતુ તેને મેળવવા માટે યુવાનોમાં ધગસ હોવી જરૂરી છે...નિકુંજે ખેતરમાંથી દેશી પધ્ધતિથી રસોઈ-શો ના આ અનોખા અભિગમથી ખેડૂતોની નવિ પરિભાષા ઉભી કરી છે.