ભાવિ પત્ની સાથે ગરબા રમતો હાર્દિકનો વીડિયો થયો ફરતો

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ 27મી જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જોડાશે..હાર્દિક પટેલ કિંજલ પરીખ નામની યુવતી સાથે સાદાઈથી લગ્ન કરશે. લગ્નમાં માત્ર ગણતરીના લોકો હાજર રહે તેવી શક્યતા છે..સુરેન્દ્રનગરના દિગસર ગામે ઉમિયા માતાજીના મંદિરમાં લગ્ન યોજાશે..26મી જાન્યુઆરીએ વિરમગામમાં ગણેશસ્થાપન થશે કિંજલ પટેલ LLBનો અભ્યાસ કરે છે...અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે...કિંજલ અને હાર્દિકની બહેન સાથે અભ્યાસ કરતા હતા.. ઝી 24 કલાકે હાર્દિકના ઘરે જઈ તેના માતાપિતા અને બહેન સાથે વાતચીત કરી..હાર્દિકના પિતાએ કહ્યું કે હાર્દિક પહેલાથી જ સાદાઈથી લગ્ન કરવા માગતો હતો..જેથી અમે સાદાઈથી લગ્નનું આયોજન કર્યુ છે.. લગ્નમાં બન્ને પક્ષના 50-50 લોકો હાજરી આપશે..તો હાર્દિકના માતાએ કહ્યું કે લગ્ન બાદ હાર્દિક પરિવારને વધુ સમય આપે તેવી આશા છે..જ્યારે હાર્દિકની બહેને કહ્યું કે કિંજલનો સ્વભાવ સારો હોવાથી તે ઘણી ખુશ છે..

Trending news