અર્જુન મોઢવાડિયાએ રાજ્યસભાની ચૂંટણીને લઈને કરી મોટી સ્પષ્ટતા

રાજ્યસભાની ચૂંટણીમાં પોતે ઉમેદવાર ન હોવાની કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે. સ્પષ્ટતા કરીને તેઓએ કહ્યું તે. હું રાજ્યસભાની બેઠકનો ઉમેદવાર નથી અને અમે રાજ્યસભાની બે બેઠકો પર જીત મેળવીશું. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સિનિયર નેતાએ આ ટ્વિટ કરીને ચર્ચા જગાવી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોમાં સંપૂર્ણ એકતા છે. હું કોંગ્રેસનો અદનો કાર્યકર છું. અમે રાજ્યસભાની 2 બેઠકો જીતીશું, પણ હું રાજ્યસભાની બેઠકનો ઉમેદવાર નથી.

Trending news